ભાત, ભારતના દરેક પ્રાંતના લોકોના ખોરાકનું એક મુખ્ય અંગ છે. કોઇ સંપ્રદાયના લોકો વધુ ભાત અને ઓછી રોટી ખાય છે તો કોઇ સંપ્રદાયના લોકોને રોટી વધારે પ્રીય છે. પણ કઇં પણ હોય, ભાત દરેક ભારતીયોના ઘરમાં હરરોજ બને છે. પૂલાવ અને બીરયાની બનાવવામાં માટે ભાત વપરાય છે અને સામાન્ય જમણમાં દાળ , શાક અથવા દહીં સાથે ભાત પીરસવામાં આવે છે. ભાત બનાવવા વિવિધ પ્રકારના ચોખા વપરાય છે, તેથી તે બનવવાના સમયે પાણીનું પ્રમાણ તેના પ્રકાર પર આધાર રાખે છે. જેમ કે દક્ષિણ ભારતના કોઇ ચોખાને રાંધવામાં વધુ પાણી અને વધુ સમય લાગે છે. માટે જરૂરી છે કે તમે જાણો, અલગ અલગ પ્રકારના ચોખાને રાંધવામાં લાગતો સમય અને પાણીની જરૂરીયાત.