This category has been viewed 9950 times

 રાંધવાની રીત > તવા રેસિપિસ
 Last Updated : Dec 10,2024

43 recipes

Indian Tawa - Read in English
तवा रेसिपी - हिन्दी में पढ़ें (Indian Tawa recipes in Gujarati)


બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા રેસીપી | બાજરી મુંગ પેનકેક | ફણગાવેલા મગના ચીલા | મૂંગ બાજરીના ચીલા | bajra rice and sprouted moong puda in Gujarati | with 20 am ....
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી. કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે ....
દક્ષિણ ભારતની વાનગીઓમાં એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આજકાલના લોકો હવે એવી વાનગીઓને તીવ્ર જોસમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટન ....
સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
ભાતના પુડલા રેસીપી | વધેલા ભાત ના પેનકેક | cooked rice pancakes in Gujarati | with 19 amazing images. પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ....
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
પૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમન ....
તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
સામાન્ય રીતે કોથમીર જ્યારે કોઇ વાનગીમાં ઉમેરવામાં આવે ત્યારે તે વાનગીની યોગ્યતામાં વધારો કરે છે. જ્યારે અહીં વપરાયેલા મસાલા કરતા વધુ તેની મધુર ખુશ્બુ આ કોથમીર રોટીને સુવાસિત બનાવે છે. આ રોટી બનાવવામાં પણ બહુ સરળ છે અને તેમાં વપરાતા મસાલા આપણા રસોડામાં હાથવગા મળી રહે એવા છે એટલે તે ગમે ત્યારે બનાવી શ ....
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુ ....
રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
ઉત્તર ભારતના આ મિક્સ વેજીટેબલ પરોઠા એટલા સ્વાદીષ્ટ છે કે સવારના નાસ્તામાં તેની સાથે બીજી કોઇ પણ વાનગીની જરૂર જ નહીં જણાય. તમારા રેફ્રીજરેટરમાં જે કોઇ શાક હાજર હશે તેનો ઉપયોગ કરીને તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. થોડો મસાલાનો છંડકાવ અને ઉપર માખણ મૂકીને તેની ખુશ્બુમાં વધારો કરી શકો છો.
જો તમને ટાકોસ, રૅપસ અને શાકથી ભરેલા નાસ્તાઓ પસંદ છે તો તમને આ સ્ટફ્ડ ઢોસા પણ જરૂર પસંદ પડશે. સ્ટફ્ડ મુંગ સ્પ્રાઉટ્સ ઢોસા એક પેટ ભરાઇ જાય તેવો સવારનો નાસ્તો છે જે ભરપૂર છે પ્રોટીનથી (નિરોગી બોડી સેલ્સ માટે), કૅલ્શિયમથી (તંદુરસ્ત હાડકા માટે) અને લોહતત્વથી (સારા હીમોગ્લોબિન માટે). આ વાનગી બનાવવામાં આગલ ....
દુનિયાભરમાં બનતી વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે તેટલી આપણને પણ ગમે છે. તો પછી તમે આ મજેદાર ચીલી બીન કસાડીયા જે સાંજના નાસ્તા માટે ચહા અથવા મીલ્કશેક સાથે અતિ ઉત્તમ છે, તેને બનાવવા કોની રાહ જુઓ છો? આ મેક્સિકન વાનગી ફક્ત સ્વાદિષ્ટ નથી પણ તમને પૂરેપૂરું સંતોષ આપે એવી છે. તેનું પૂરણ તૈયાર મળતી વસ્તુઓ ....
Goto Page: 1 2 3