કાંદાની રોટી | Onion Roti

સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.

Onion Roti recipe In Gujarati

This recipe has been viewed 19530 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

प्याज़ कि रोटी - हिन्दी में पढ़ें - Onion Roti In Hindi 


કાંદાની રોટી - Onion Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬રોટી માટે
મને બતાવો રોટી

ઘટકો
૧ કપ ઘંઉનો લોટ
૧ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન ખમણેલું આદુ
૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , તળવા માટે
કાર્યવાહી
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરીને તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ કરી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી, થોડા તેલની મદદથી બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તરત જ પીરસો.

Reviews

કાંદાની રોટી
 on 17 Aug 17 01:11 PM
5

liked very much