This category has been viewed 9951 times

 રાંધવાની રીત > તવા રેસિપિસ
 Last Updated : Dec 10,2024

43 recipes

Indian Tawa - Read in English
तवा रेसिपी - हिन्दी में पढ़ें (Indian Tawa recipes in Gujarati)


મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ ....
મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | corn and vegetable roti recipe in Gujarati | with 32 amazing images. આ મકાઇ અને વેજીટેબલ ની રો ....
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી ....
બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ ....
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.
Goto Page: 1 2 3