This category has been viewed 1620 times

  > કુકિંગ બેસિક રેસિપિસ
 Last Updated : Apr 05,2019

185 recipes

Cooking Basics - Read in English
कुकिंग बेसिक रेसिपी - हिन्दी में पढ़ें (Cooking Basics recipes in Gujarati)

કુકિંગ બેસિક રેસિપિસ, Basic Indian Cooking Recipes in Gujarati

કુકિંગ બેસિક રેસિપિસ,  Indian Basic Cooking Recipes in Gujarati


કેરળના પરોઠા અથવા મલબારના પરોઠા મલાયલમ વ્યંજનની એક અજોડ વાનગી છે, જેને ઉત્તર ભારતના પરોઠા સાથે સરખાવી ન શકાય. કેરળના પરોઠામાં મેંદાનો ઉપયોગ થાય છે અને તેને વણતી વખતે વધુ પડતો તેલ ચોપડવામાં આવે છે, જે તેની એક વિશિષ્ટતા ગણી શકાય અને પરોઠા હલકા પોચા અને સહેજ કરકરા બને છે. આ પરોઠા જ્યારે તમે રસ્તાની રેક ....
રસમ એક દક્ષિણ ભારતીય એવી વાનગી છે જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે, ભલે પછી તે દુનીયાના કોઇપણ ઠેકાણે એકલા રહેતા કુંવારા લોકો હોય કે પછી રજા પરથી પાછા ફરેલો કુંટુંબ હોય, કે પછી ઓફીસેથી થાકીને આવેલા લોકો હોય પણ રસમની તીખી મસાલેદાર ખુશ્બુ તમા ....
ચિયાના બીજ આપણા શરીર માટે ગુણકારી છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. શાકાહારી આહાર લેનારા માટે આ પીણામાં રહેલા ઑમેગા-૩ ફેટી એસિડનું પ્રમાણ વધુ ગુણકારી છે! આ ચિયા બીજમાં
સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે. દાળ અને ચોખાના સંયોજનની સાથે રોજીંદા મસાલા ઉમેરી બનતી આ ખીચડીની ઉપર એક સ્વાદિષ્ટ બટાટાની ભાજી બનાવીને તેની ઉપર વઘારેલું દહીંનું થર પાથરવામાં આવ્યું છે. આ બાદશાહી ખીચડીન ....
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
ક્યારેક આપણને ઘરે બનાવેલી મજેદાર ખીચડી ખાવાની ઉત્કટ ઈચ્છા થતી હોય છે, પણ તેની સાથે-સાથે કઇંક મસાલેદાર ખાવાની પણ ઇચ્છા થઇ જતી હોય છે. આમ, તે સમયે બન્ને ઇચ્છાને પરિપૂર્ણ કરવા તમે આ મસાલેદાર લીલી મગની ખીચડી બનાવી શકો. ચોખા અને લીલી મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને સાંતળેલા કાંદા અને લસણની સાથે પાર ....
બ્રેડ ઍન્ડ બટર પુડીંગ એક અતિ પ્રખ્યાત બ્રીટીશ વાનગી છે જે બનાવવામાં અતિ સરળ છે. આજે પણ તે મુંબઇની ઇરાની હોટેલમાં મળતી વાનગીમાં વધુ ખપતી વાનગી રહી છે. કસ્ટર્ડ જેવું સૉસ તૈયાર કરી બ્રેડ પર રેડી, તેને કીસમીસ અને સૂકા મેવા વડે સજાવી લીધા પછી ઉપર થોડી બ્રાઉન શુગર અને માખણ છાંટી મસ્ત મજેદાર કરકરૂં કોટ ....
આ નાયલોન ખમણ ઢોકળા એટલા સુંવાળા, પોચા અને લવચીક છે કે તેને નાયલોન ઢોકળાનું નામ આપવું યોગ્ય જ ગણાય. જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે આ ઢોકળા બનાવશો, તો તેની રીત એવી સરળ છે કે તમે એક કે બે વખત બનાવશો તો તમને તેની રીત બરોબર આવડી જશે. તેના ખીરામાં ઉમેરાતી બે વસ્તુઓ એટલે કે ખાવાની સોડા અને વઘારના પાણી ....
દીલને ખુશ કરતી આ રાજસ્થાની ઘઉંની બીકાનેરી ખીચડી એવી સ્વાદિષ્ટ અને ભપકાદાર છે કે તે તમને સંપૂર્ણ જમણનો અહેસાસ અપાવશે. ચોખાના બદલે ઘઉંનો ઉપયોગ આ ખીચડીમાં ફાઇબર અને લોહતત્વનો ઉમેરો કરે છે, જ્યારે તેમાં સમાન પ્રમાણમાં ઘી અને તેલનો ઉપયોગ તેની પ ....
બટાટાની ચીપ્સ્ નું શાક એક એવી અલગ અને મજેદાર વાનગી છે જે થોડી કરકરી છે ને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી આ વાનગી તમને જરૂર થી ભાવશે. અહીં તળેલા બટાટાને સાંતળેલા કાજૂ, સુગંધીદાર તેલીબીયા અને મસાલા સાથે મિક્સ કરવામાં આવ્યા છે જે રોટી, પૂરી અથવા ગરમા ગરમ ભાત સાથે મજેદાર સંયોજન બનાવે છે. તમને અહીં થોડા ....
જવ એક એવું કડધાન્ય છે, જેનો આપણે રોજની રસોઇમાં ખાસ ઉપયોગ કરતાં નથી. પરંતુ તે પ્રોટીનનું મૂળ ભંડાર ગણાય છે, તે ઉપરાંત તેમાં લોહ અને ફાઇબર પણ રહેલા છે અને જો તેને કોઇ ખુશ્બુદાર સામગ્રી સાથે રાંધવામાં આવે તો તેનો સ્વાદ પણ સારો આવે છે જે રીતે મે અહીં તેનો ઉપયોગ સૂપ બનાવવામાં કર્યો છે. મસૂરની દાળ સાથે જવ ....
જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કાર ....
સુગંધી અને પૌષ્ટિક એવું આ ગ્વાકામોલ ઍવોકાડોનું ડીપ છે, જે મૂળ મેક્સિકન વાનગી છે પણ હવે આખી દુનીયામાં ફક્ત ડીપ માટે નહીં પણ સલાડ ડ્રેસિંગ માટે તથા સેન્ડવિચના ટૉપીંગ માટે પણ પ્રખ્યાત થઇ ગયું છે. ઍવોકાડોનો ઉપયોગ કરતાં પહેલા ખાત્રી કરી લેવી કે તે પાકું હોય, જો તે કાચું હશે તો તે સ્વાદરસિયાઓને નાખુશ કરી ....
આ મકાઇના રોલ બીજા બધા સ્ટાર્ટસ્ થી અનોખા છે કારણકે તેમાં મકાઇ, કાંદા, લીલા મરચાં અને સાથે સોયા સૉસનું ઓરિએન્ટલ રીતે બનાવવામાં આવેલું પૂરણ બ્રેડમાં ભરવામાં આવ્યું છે અને રોલને બાંધી રાખવા માટે મેંદાના લોટનું મિશ્રણ વાપરવામાં આવ્યું છે. તળ્યા પછી આ રોલને સારી રીતે નીતારી તમારા મનગમતા સૉસ સાથે પીરસો.
દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ જ્યુસ આર્દશ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે. અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાવડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અ ....
Goto Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13