સમારેલા ફૂદીનાના પાન રેસીપી
Last Updated : Dec 22,2024


कटे हुए पुदीने के पत्ते रेसिपी - हिन्दी में पढ़ें (chopped mint recipes in Hindi)

Goto Page: 1 2 
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર ભાત, ગ્રેવી અને કોફ્તાના થર વડે બનાવીને તેને બેક કરવામાં આવી છે જેને પીરસીને તમે તમારા પ્રિયજનોને જરૂરથી ખુશ કરી શકશો. બસ બીજુ શું જોઇએ. ફ્કત બેસીને આ વાનગીનો આનંદ માણો.
ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વા ....
આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની ....
શીયાળાના દીવસોમાં આળસ ખંખેરીને તમારી ઇન્દ્રીયોને જાગૃત કરતી આ મસાલેદાર ચોળાની વાનગીની ખાસિયત એ છે કે તે આકર્ષક સુવાસ પ્રસાર કરાવનારી છે. ટમેટાનું પલ્પ અને મેથીની ભાજી આ ચોળાની ભાજીને મજેદાર સ્વાદ આપે છે, તે ઉપરાંત ફૂદીનાની પેસ્ટ સારા ખાનપાનના શોખીનોને ગમે એવો મધુર સ્વાદ અને લહેજત આપે છે.
મિંટી કૂસકૂસ સલાડ | કૂસકૂસ સલાડ | મિંટી સલાડ | minty couscous recipe in gujarati | સાભડી તે ખૂબ વિદેશી લાગે છે, કૂસકૂસ ફાડા ઘઉં સિવાય બીજું કંઈ નથી જે ને પાણી અથવા દૂધમાં રાંધવામાં આવે છે, ....
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા ....
પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી ભલે એવું લાગતું હોય કે તેની રીતમાં એકસમાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ફક્ત વાસણના ઢાંકણને ઘઉંની કણિક વડે અંદર બહારની હવા પેસે નહીં એવી રીતે બંધ કરી અંદરની સામગ્રીને બરોબર રાંધવા દેવું ....
લીલી ચટણી રેસીપી | ચાટ માટે લીલી ચટણી | કોથમીર ની લીલી ચટણી | ચાટ માટે લીલી ચટણી કેવી રીતે બનાવવી | green chutney for chaat recipe in gujarati | with 20 amazing imag ....
વિટામીન-એ થી ભરપુર એવી સકરટેટી અને ફુદીનાના પાનના સંયોજન વડે બનતું આ એક મજેદાર અને આરોગ્યદાયક પીણું છે. વધુ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ (antioxidant) અને રોગ પ્રતિરક્ષક (immunity) શક્તિ ધરાવતું આ પીણું નાના બાળકોને તથા મોટાઓને પણ ગમે એવું છે.
આરોગ્યદાયક કોલીફ્લાવર વાપરીને બનાવેલા સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા, કોઇપણ ના ન પાડી શકાય તેવા કરકરા અને સ્વાદિષ્ટ પરાઠા છે. ઘઉંનો લોટ અને ઘણી બધી કોલીફ્લાવર લઈને બનાવેલા આ પરોઠા એક પૌષ્ટિક વાનગી છે અને કોથમીર, ફૂદીનો અને લીલા મરચાંની કુદરતી અને તીવ્ર સુગંધ તમારી ભુખને જગાવે છે.
હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati | મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્ત ....
આ હરિયાળી રોટી એવી સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે કે જો તમને ભૂખ ન લાગી હોય તો પણ ખાવાની ઇચ્છા થઇ જાય. લોટ અને દૂધનું અનોખું સંયોજન આ રોટીની કણિકને રચનાત્મક બનાવે છે જ્યારે લીલી કોથમીર અને ફૂદીનો ઉમેરવાથી તે રંગીન તો બને જ છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.
Goto Page: 1 2