સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | Sabji Dewa Musur Dal ( Red Lentil Curry with Vegetables )

સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | sabji dewa musur dal recipe in gujarati | with 32 amazing images.

પરોઠા સાથે કંઈક સ્વાદિષ્ટ ખાવાના મૂડમાં છો? અહીં અમારી પાસે તમારી સ્વાદની કળીઓને એક કિક આપવા માટે એક સંપૂર્ણ રેસીપી છે, જે ફાઇબરથી ભરપુર છે અને બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ બંનેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. દાળમાં પ્રોટીન પણ હોય છે જે ખોરાકના gi (ગ્લાયકેમિક ઇન્ડેક્સ)ને સંતુલિત કરવામાં મદદ કરે છે.

સબઝી દેવા મસૂર દાળ બનાવવાની ટિપ્સઃ 1. તમે દાળમાં સમારેલા સિમલા મરચાં પણ ઉમેરી શકો છો. 2. ટેન્ગી ફ્લેવર માટે તમે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. 3. મસૂરની દાળને બદલે તમે મગની દાળનો ઉપયોગ કરી શકો છો.

Sabji Dewa Musur Dal ( Red Lentil Curry with Vegetables ) recipe In Gujarati

સબઝી દેવા મસૂર દાળ - Sabji Dewa Musur Dal ( Red Lentil Curry with Vegetables ) recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૧ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સબઝી દેવા મસૂર દાળ માટે
૧ કપ મસૂર દાળ , ૧ કલાક પલાળીને નીતારેલી
૧ ૧/૪ કપ સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (ગાજર , ફણસી , લીલા વટાણા અને ફૂલકોબી)
૧ ટીસ્પૂન હળદર
ચીરી પાડેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન રાઇનું તેલ
૧ ટીસ્પૂન જીરું
સૂકા કશ્મીરી લાલ મરચાં , ટુકડા કરેલા
૧/૨ કપ બારીક સમારેલી કાંદા
૨ ટીસ્પૂન ઝીણુ સમારેલું લસણ
૧/૨ કપ ઝીણા સમારેલા ટામેટાં
૧/૨ ટીસ્પૂન જીરું પાવડર
૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર સજાવવા માટે
કાર્યવાહી
સબઝી દેવા મસૂર દાળ માટે

    સબઝી દેવા મસૂર દાળ માટે
  1. સબઝી દેવા મસૂર દાળ બનાવવા માટે, પ્રેશર કૂકરમાં, પલાળેલી અને નીતરેલી મસૂર દાળ, લીલાં મરચાં, હળદર, મીઠું અને ૨ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૩ સીટી સુધી પકાવો.
  2. ઢાંકણ ખોલતા પહેલા વરાળ નીકળવા દો.
  3. તેને સારી રીતે મિક્સ કરો અને તેને બાજુ પર રાખો.
  4. એક ઊંડા પેનમાં રાઇનું તેલ ગરમ કરો, તેમાં જીરું અને સૂકા કાશ્મીરી લાલ મરચાં નાખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  5. કાંદા અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. ટમેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  7. જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. તેમાં રાંધેલી દાળ, મિક્સ શાકભાજી, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  9. સબઝી દેવા મસૂર દાળને કોથમીરથી સજાવો અને ગરમા ગરમ પીરસો.

Reviews