સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | Soya Mutter Pulao તરલા દલાલ સોયા મટર પુલાવ રેસીપી | સોયા વટાણા પુલાવ | મટર પુલાવ | સોયા ચંક્સ પુલાવ | soya mutter pulao recipe in gujarati | with 35 amazing images. સોયા ચંક્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે અને તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે રાંધવા માટે ઝડપી છે ને સાથે માંસની સમાન પ્રોટીન ધરાવે છે. પુલાવ હંમેશા કોઈપણ ભોજનમાં આવકારદાયક ઉમેરો છે. પુલાવ ઘણીવાર એક સમયનું સંપૂર્ણ ભોજન બની શકે છે. તેમાં સોયા ચંક્સ અને લીલા વટાણાનું રસપ્રદ સંયોજન છે, જે દેખાવ, સ્વાદ અને ટેક્સચરમાં પણ એકબીજાથી વિપરીત છે. જ્યારે ભારતીય સોયા ચંક્સ વટાણા પુલાવ મસાલાની પ્રમાણભૂત ભાત ધરાવે છે, ત્યારે તેમાં ફુદીનાનો વધારાનો ફાયદો પણ છે, જે આ શાનદાર ભોજનમાં મિન્ટી સ્વાદ ઉમેરે છે. Post A comment 24 Dec 2022 This recipe has been viewed 2167 times सोया मटर पुलाव रेसिपी | भारतीय सोया चंक्स मटर पुलाव | सोया चंक्स पुलाव | मटर पुलाव रेसिपी - हिन्दी में पढ़ें - Soya Mutter Pulao In Hindi soya mutter pulao recipe | soya chunks peas pulao | soya matar pulao | soya chunks pulao | - Read in English soya mutter pulao video સોયા મટર પુલાવ રેસીપી - Soya Mutter Pulao recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓડબ્બા ટ્રીટસ્વેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીસોયા આઘારીત ચોખાની વાનગીઓપ્રેશર કૂકરમાં બનતિ રેસિપિઊંડો પૅનમુસાફરી માટે ભાત રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો સોયા મટર પુલાવ૧ ૧/૨ કપ સોયા ચંક્સ૧/૨ કપ લીલા વટાણા૧ ૧/૨ કપ બાસમતી ચોખા , ૩૦ મિનિટ માટે પલાળીને પાણી કાઢી નાખો૨ ટેબલસ્પૂન તેલ૧ ટુકડો તજ૩ લવિંગ૨ તમાલપત્ર૧ એલચી૧/૨ ટીસ્પૂન જીરું૧ ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ૧ કપ સ્લાઇસ કરેલા કાંદા૩ સ્લાઇસ કરેલા લીલા મરચાં૧ કપ સમારેલા ટામેટાં૧/૪ કપ દહીં૧/૪ ટીસ્પૂન હળદર૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧/૨ ટીસ્પૂન જીરું પાવડર૧/૨ ટીસ્પૂન ધાણા પાવડર૧ ટેબલસ્પૂન બિરયાની મસાલો મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન ફુદીનાના પાન૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર કાર્યવાહી સોયા મટર પુલાવસોયા મટર પુલાવસોયા મટર પુલાવ બનાવવા માટે, સોયા ચંક્સને પૂરતા ગરમ પાણીમાં ૧૦ થી ૧૨ મિનિટ માટે પલાળી રાખો.સોયા ચંક્સમાંથી પાણી નિચોવીને એક બાજુ પર રાખો.એક ઊંડા પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, એલચી અને જીરું ઉમેરો.જ્યારે જીરું તતડવા માંડે, ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.તેમાં લીલાં મરચાં અને ટામેટાં નાંખીને એક મિનિટ સુધી સાંતળી લો.તેમાં દહીં, હળદર, લાલ મરચાંનો પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર અને બિરયાની મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તેમાં લીલા વટાણા, પલાળી નિચવેલા સોયા ચંક્સ અને ૧/૪ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.પલાળેલા ચોખા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઢાંકણથી ઢાંકીને ૧૦ થી ૧૨ મિનિટ સુધી રાંધી લો.ગેસ બંધ કરો, ફુદીનાના પાન અને કોથમીર ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો અને ચપટા ચમચાનો ઉપયોગ કરીને ચોખાના દરેક દાણાને હળવા હાથે અલગ કરો.ઢાંકણ વડે ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.તમારી પસંદગીના રાયતા સાથે ગરમા-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન