સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી, પનીર સાથે ભરેલા ભીંડા | Stuffed Bhindi with Paneer ( Healthy Subzi)

સામાન્ય રીતે ભરેલા ભીંડામાં ચણાના લોટ સાથે મસાલા પાવડર મેળવવામાં આવે છે. પણ, તમે આ પ્રખ્યાત વાનગીને એક નવા સ્વરૂપે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરીને તેના પૂરણમાં પનીર ઉમેરીને જુઓ તે કેટલી મજેદાર લાગે છે.

લૉ ફેટ પનીરનો ઉપયોગ કરી તમે નિશ્ચિત રૂપે તેને તમારા જમણમાં સમાવી શકશો. આ ઉપરાંત આ પનીર સાથે ભરેલા ભીંડાને મજેદાર બનાવામાં તેમાં ઉમેરેલા મસાલાના મિશ્રણ સાથે ટમેટા અને કાંદાનો ઉપયોગ તેને ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ બનાવે છે.

Stuffed Bhindi with Paneer (  Healthy Subzi) recipe In Gujarati

This recipe has been viewed 4679 times

स्टफ्ड भिंडी विद पनीर - हिन्दी में पढ़ें - Stuffed Bhindi with Paneer ( Healthy Subzi) In Hindi 


સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી, પનીર સાથે ભરેલા ભીંડા - Stuffed Bhindi with Paneer ( Healthy Subzi) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી બનાવવા માટે
૫ કપ ભીંડા, બે ભાગમાં કાપીને ચીરેલા
૩ ટીસ્પૂન તેલ
૧/૨ કપ ખમણેલા કાંદા
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ કપ અર્ધ બાફેલા અને સમારેલા ટમેટા
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું, સ્વાદાનુસાર

પનીરનું પૂરણ તૈયાર કરવા માટે
૧ ૧/૪ કપ ખમણેલું લૉ ફેટ પનીર
૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
કાર્યવાહી
    Method
  1. સ્ટફ્ડ ભેંડી વીથ પનીર ની રેસીપી બનાવવા માટે,ભીંડાની દરેક ચીરીમાં તૈયાર કરેલું પનીરનું થોડું પૂરણ ભરીને બાજુ પર રાખો.
  2. એક નૉન-સ્ટીક કઢાઇમાં ૨ ટીસ્પૂન તેલ ગરમ કરી, તેમાં ભરેલા ભીંડા મેળવો. કઢાઇને ઢાંકીને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ભીંડા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી કઢાઇમાંથી કાઢી બાજુ પર રાખો.
  3. હવે એ જ કઢાઇમાં બાકી રહેલું ૧ ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં આદૂની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સુધી સાંતળી લો.
  5. તે પછી તેમાં ટમેટા, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે એક વખત હલાવીને ૧ મિનિટ સુધી રાંધી લો.
  6. હવે તેમાં ભરેલા અને સાંતળેલા ભીંડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હળવા હાથે હલાવતા રહી રાંધી લો.
  7. તરત જ પીરસો.

Reviews