ટામેટા ( Tomatoes )

ટામેટા, ટમેટા એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 23006 times

ટામેટા, ટમેટા એટલે શું? What is tomatoes, tamatar in Gujarati?


થોડા શાકભાજી છે જે ઉનાળાના મહિનાઓમાં વેલ પર પાકેલા ટમેટાના મીઠા રસ કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે. જો કે ટામેટા હવે આખું વર્ષ ઉપલબ્ધ હોય છે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બરના મોસમ દરમિયાન ટામેટા ખરેખર અદભૂત શ્રેષ્ઠ ગુણ રાખે છે.



ટામેટાં માંસલ આંતરિક ભાગો ધરાવે છે, જે સરળ બીજથી ભરેલા હોય છે, તેમની આસપાસ પાણી હોય છે. તેઓ લાલ, પીળા, નારંગી, લીલો, જાંબલી અથવા ભૂરા રંગના હોઈ શકે છે. તેમ છતાં ટામેટા વનસ્પતિની દ્રષ્ટિએ ફળ છે, પરંતુ તેમની પાસે અન્ય ફળોની જેમ મીઠાશની ગુણવત્તા નથી. તેના બદલે તેમાં એક સૂક્ષ્મ મીઠાશ હોય છે, જે થોડા કડવા અને ખાટ્ટા સ્વાદ દ્વારા પૂરક થાય છે. ટામેટાને રાધંવાથી તેમાં રહેલા ખાટ્ટા અને કડવા ગુણોને ઘટાડે છે અને તેમાં રહેલી ગરમ, સમૃદ્ધ, મીઠાશને બહાર લાવે છે. ટમેટા એક આશ્ચર્યજનક રીતે લોકપ્રિય અને બહુમુખી ઘટક છે જે હજારો વિવિધ જાતોમાં જોવા મળે છે જે કદ અને રંગમાં ભિન્ન હોય છે. નાના ચેરી ટમેટા, તેજસ્વી પીળા ટામેટા, ઇટાલિયન પિઅર-આકારના ટામેટા અને લીલા ટામેટા દક્ષિણ અમેરિકાના રાંધણકળામાં તળેલા ખોરાક માટે પ્રખ્યાત છે.



અર્ધ ઉકાળીને સમારેલા ટામેટા (blanched and chopped tomatoes)
અર્ધ ઉકાળેલા ટામેટાના ટુકડા (blanched tomato cubes)
હલકા ઉકાળેલા ટામેટા (blanched tomatoes)
સમારેલા ટામેટા (chopped tomatoes)
સમારેલા ટામેટા (grated tomatoes)
શેકેલા ટામેટા (roasted tomatoes)
સ્લાઇસ કરેલા ટમેટા (sliced tomatoes)
ટામેટાના ટુકડા (tomato cubes)
ટામેટાનું પલ્પ (tomato pulp)

ટમેટાના પલ્પનો ઉપયોગ કરીને ભારતીય શાક | Indian sabzis using tomato pulp in Gujarati |

1. મેથી મટર મલાઈ : મેથીની ભાજી સાથે વટાણાનું સંયોજન ખૂબજ પ્રખ્યાત છે કારણકે તે બન્ને સામગ્રી એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. તેમાં મેળવવામાં આવેલી મસાલા પેસ્ટ અને તે ઉપરાંત મેળવવામાં આવેલું તાજા સૂકા મસાલાનો પાવડર, ટામેટાનું પલ્પ અને બીજી બધી સામગ્રી એક અત્યંત મોહક વાનગી તમારા ટેબલ પર હાજર થાય છે જેનું નામ છે મેથી મટર મલાઇ. આ વાનગી નાન અથવા પૂરી સાથે પીરસી શકો

2. પાલક પનીર ની રેસીપી | પંજાબી પાલક પનીર | હોમમેઇડ પાલક પનીર | palak paneer in Gujarati | with 24 amazing images.

પાલક પનીર ની રેસીપી માટે ટિપ્સ: ૧. પાલકને 2 થી 3 મિનિટ માટે બ્લાંચ કરો. જો તમે પાલકને લાંબા સમય સુધી ઉકાળ શો, તો પાલક તેનો રંગ ગુમાવી દેશે અને પાલક પનીરની ગ્રેવી કાળી પડી જશે. ૨. પાલકને તાજું કરવા માટે સ્ટ્રેનરને ઠંડા પાણીની નીચે હલાવો. આ પાલકની રંધાવાની પ્રક્રિયા બંધ કરે છે. પાલક પનીર રેસીપીમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તમે પાલકને વધારે પડતો પકવવા માંગતા નથી. ૩. અમે ગરમ મસાલાને શરૂઆતમાં ઉમેરતા નથી કારણ કે અગાઉ ઉમેરવાથી તે કડવું બનાવશે.

Read how to make tomato pulp
Watch how to make tomato pulp
ટામેટાની ફૉંક (tomato segments)
ટામેટાની રીંગ્સ્ (tomato slices)
ટામેટાની પટ્ટીઓ (tomato strips)
અંદરનો ભાગ કાઢી લીધેલા ટામેટા (tomatoes cored)
અડધા કાપેલા ટામેટા (tomatoes halved)
ચાર ટુકડા કરેલા ટામેટા (tomatoes quatered)

ટામેટા, ટમેટાના ઉપયોગ રસોઈ માં (uses of tomatoes, tamatar in Indian cooking)


ભારતીય જમણમાં, ટામેટાંનો ઉપયોગ શાક, ગ્રેવી, ટોમેટો કેચઅપ, સલાડ, સૂપ, ચટણી, રાઈસ અને નાસ્તા બનાવવા માટે થાય છે. 

ટામેટા, ટમેટાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of tomatoes, tamatar in Gujarati)

ટામેટા લાઇકોપીનનો ખૂબ સમૃદ્ધ સ્રોત છે. ટામેટા એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે, વિટામિન સીથી ભરપુર અને હૃદય માટે સારું છે. ટમેટા ગર્ભાવતી સ્ત્રીઓનો મિત્ર છે અને ફોલેટ અથવા ફોલિક એસિડથી સમૃદ્ધ છે જે તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોના (red blood cells) ઉત્પાદન અને જાળવણી કરવામાં મદદ કરે છે.  ટમેટાના ઉપયોગથી બનતી રેસીપીઓ જુઓ. ટામેટાના 13 આશ્ચર્યજનક ફાયદાઓ વિશે વાંચો.

Related Links

ટમેટો કેચપ
ટમેટાની પ્યુરી
ટમેટાનો રસ
પ્લમ ટમેટા
કૅન્ડ ટમેટાના ટુકડા
કૅન્ડ ટમેટા
કૅન્ડ સ્ટયુડ ટમેટા

Try Recipes using ટામેટા ( Tomatoes )


More recipes with this ingredient....

tomato ketchup (920 recipes), tomato puree (368 recipes), tomatoes (4192 recipes), tomato juice (24 recipes), tomato cubes (127 recipes), sliced tomatoes (127 recipes), chopped tomatoes (1726 recipes), blanched tomatoes (21 recipes), tomato pulp (117 recipes), grated tomatoes (26 recipes), plum tomatoes (11 recipes), canned tomato cubes (3 recipes), canned tomatoes (9 recipes), roasted tomatoes (1 recipes), canned stewed tomatoes (0 recipes), Tomato Segments (2 recipes), Tomatoes Halved (0 recipes), Tomato slices (94 recipes), Tomatoes Cored (0 recipes), Tomatoes Quatered (1 recipes), blanched and chopped tomatoes (47 recipes), blanched tomato cubes (1 recipes), tomato strips (4 recipes)

Categories