ભીંડા ( Ladies finger )

ભીંડા એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 10879 times

ભીંડા એટલે શું? What is ladies finger, bhindi in Gujarati?


ભીંડા એક પ્રકારની લીલી શાકભાજી છે, જે લાંબી આંગળી જેવી છે, જેના છેડે નાની ટિપ હોય છે. તેના બીજા માથા પર એક બલ્જ છે, જે હળવા લીલા રંગનો છે, જે ને દૂર કરવામાં આવે છે. ક્રોસ સેક્શન કાપવા પર, ભીંડામાં સફેદ રંગના ગોળાકાર બીજ દેખાય છે જે શાકભાજીની અંદર સંપૂર્ણપણે ફેલાયેલા હોય છે. આ શાકના વિશિષ્ટ ચિહ્નો તેની આંતરિક ચીકણુંપણું છે. ભીંડીને ગોળાકાર ટુકડાઓમાં કાપી શકાય છે અથવા ૪ ભાગમાં કાપી શકાય છે અથવા મિશ્રિત શાકભાજીમાં કાપ્યા વગર ઉમેરી શકાય છે. આ શાક ખૂબ જ વિશિષ્ટ સ્વાદ ધરાવે છે અને સામાન્ય રીતે બાળકો દ્વારા પસંદ કરવામાં આવે છે.


ભીંડાના ઉપયોગ રસોઈ માં (uses of ladies finger, bhindi, okra, bhinda, lady finger in Indian cooking)


ભારતીય જમણમાં ભીંડાનું શાક અને ભીંડાની કઢી બનાવવા માટે ભીંડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સાંભર અને રાયતામાં પણ થાય છે.

  

ભીંડાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of ladies finger, bhindi, okra, bhinda, lady finger in Gujarati) 

ભીંડામાં હાજર વિટામિન બી 9 ( ફોલેટ) લોહીમાંના આર.બી.સી.ના (red blood cells) ઉત્પાદનમાં જરૂરી છે. આમા યોગ્ય માત્રા વિટામિન સી પણ છે, જે પ્રતિરક્ષામાં (immunity) વધારો કરે છે. ભીંડાના આહારમાં ફાઇબર સારી માત્રા છે અને તેથી તે મધૂમેહ અને વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે. તે કોલેસ્ટરોલ ઘટાડે છે અને હૃદય માટે પણ સારું છે. ભીંડાના 10 આશ્ચર્યજનક ફાયદાઓ જુઓ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના ભીંડા ,Bhindi

ભીંડા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 20 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. ભીંડા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

સમારેલા ભીંડા (chopped ladies finger)
ત્રાંસી કાપેલી ભીંડા (diagonally cut ladies finger)
સ્લાઇસ કરેલા ભીંડા (sliced ladies finger)