સુવા અને મગની દાળનું શાક, મગની દાળ નું સુકુ શાક, સુવા ભાજી નું શાક | Suva Moong Dal Sabzi

સુવા અને મગની દાળનું શાક | મગની દાળ નું સુકુ શાક | સુવા ભાજી નું શાક | suva moong dal sabzi recipe in gujarati

આયર્ન રિચ સુવા અને પ્રોટીન અને ઝીંક રિચ મૂંગ દાળ શરીરમાં હિમોગ્લોબિન બનાવી રાખવા માટે એક સંપૂર્ણ કોમ્બો છે, અને તેથી આખા કુટુંબ એ ખાવુ ખુબ જ જરૂરી છે. તદુપરાંત, સુવા અને મગની દાળનું શાક એ તમે ઘણીવાર બનાવી શકો છો કારણ કે તે સરળ છે, અને તેની રસોઈ માં તૈયારી માટે ઓછામાં ઓછો સમય લાગે છે. આ શાક ને કઢી અને રોટલી સાથે પીરસો, તંદુરસ્ત અને પૌષ્ટિક ભોજન નો આનંદ લો.

Suva Moong Dal Sabzi recipe In Gujarati

સુવા અને મગની દાળનું શાક, મગની દાળ નું સુકુ શાક, સુવા ભાજી નું શાક - Suva Moong Dal Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

સુવા અને મગની દાળનું શાક બનાવવા માટે સામગ્રી
૧/૪ કપ સમારેલી સુઆની ભાજી
૧ કપ પીળી મગની દાળ , ૨ કલાક ગરમ પાણીમાં પલાળીને ગાળી લોં
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરું
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૪ ટીસ્પૂન હળદર
૨ ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
સુવા અને મગની દાળનું શાક બનાવવા માટે વિધિ

    સુવા અને મગની દાળનું શાક બનાવવા માટે વિધિ
  1. સુવા અને મગની દાળનું શાક બનાવવા માટે, એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો.
  2. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે હિંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળો.
  3. તેમાં પીળી મગની દાળ, હળદર પાવડર, ધાણા-જીરું પાવડર, મરચું પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને ૧૦ મિનિટ માટે મધ્યમ તાપ પર ક્યારેક ક્યારેક હલાવતા રાંધી લો.
  4. જ્યોત બંઘ કરો, સમારેલી સુઆની ભાજી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.
  5. સુવા અને મગની દાળનું શાક ગરમા-ગરમ પીરસો.

Reviews