ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી | French Beans and Carrot Thoran, Kerala Dry Sabzi

ફણસી અને ગાજરનું થોરણ | કેરળની સૂકી સબ્જી | french beans and carrot thoran recipe in gujarati.

ફણસી અને ગાજરનું થોરણ રેસીપી કેરાલા શૈલીની સૂકી સબ્જી છે. જે દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. ‘થોરણ’ એક પરંપરાગત શાકભાજીથી તૈયારી થાય છે ને જે કેરળમાં લોકપ્રિય છે. ફણસી અને ગાજરનું થોરણ સૂકી સબ્જી છે જે ઘણાં બઘા શાકભાજી સાથે પણ તૈયાર કરી શકાય છે. આ સબ્જી જ્યારે રોટી અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

French Beans and Carrot Thoran, Kerala Dry Sabzi recipe In Gujarati

ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી - French Beans and Carrot Thoran, Kerala Dry Sabzi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

ફણસી અને ગાજરનું થોરણ માટે સામગ્રી
૧ ૧/૪ કપ સમારેલી ફણસી
૩/૪ કપ સમારેલુ ગાજર
૧/૪ કપ તાજું ખમણેલું નાળિયેર
૧/૪ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧/૪ ટીસ્પૂન જીરું
૧ ટીસ્પૂન વાટેલું લસણ
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન રાઈ
૧ ટીસ્પૂન અડદની દાળ
૫ to ૬ કડી પત્તા
આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
૧/૪ કપ બારીક સમારેલા કાંદા
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન નાળિયેરનું તેલ
કાર્યવાહી
ફણસી અને ગાજરનું થોરણ બનાવવા માટે વિધિ

    ફણસી અને ગાજરનું થોરણ બનાવવા માટે વિધિ
  1. ફણસી અને ગાજરનું થોરણ બનાવવા માટે, એક થાળીમાં નાળિયેર, હળદર, લાલ મરચું પાવડર, જીરું અને લસણને ભેગા કરો અને તમારા હાથનો ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે મિક્સ કરો. એક બાજુ રાખી દો.
  2. એક કઢાઇ તેલ ગરમ કરી રાઈ, અડદની દાળ, કડી પત્તા અને કાશ્મીરી લાલ મરચું નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
  3. કાંદા, ફણસી, ગાજર અને મીઠું નાંખીને મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
  4. ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બરાબર મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૫ થી ૬ મિનિટ સુધી રાંધી લો.
  5. તૈયાર કરેલુ નાળિયેરનું મિશ્રણ અને નાળિયેર તેલ નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.
  6. ફણસી અને ગાજરના થોરણને ગરમ ગરમ પીરસો.

Reviews