હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચ - Herb Cheese and Roasted Capsicum Sandwich

Herb Cheese and Roasted Capsicum Sandwich recipe In Gujarati

This recipe has been viewed 2572 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD



પનીરથી બનેલું હર્બ ચીઝ અને ખુશ્બુદાર હર્બસના મિશ્રણથી કોઇપણ નાસ્તા માટે એક ઉત્તમ પ્રકારનું સ્પ્રેડ અથવા ટોપિંગ બને છે. સલાડના પાન સાથે હર્બ ચીઝ મળીને એક ઉપેક્ષા ન કરી શકાય તેવું કૅલ્શિયમથી ભરપૂર જોડાણ બને છે. હર્બ ચીઝ ઍન્ડ રોસ્ટેડ કૅપ્સીકમ સૅન્ડવિચને અનોખી સોડમ હર્બ ચીઝમાંથી તો મળે છે જ પણ શેકેલા સીમલા મરચાં તેને વધુ ખુશ્બુદાર બનાવે છે. આ સૅન્ડવિચ ખાવાથી તમને દિવસભરની તાકાત મળી રહેશે.

Herb Cheese and Roasted Capsicum Sandwich recipe - How to make Herb Cheese and Roasted Capsicum Sandwich in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૯ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪સૅન્ડવિચ માટે
મને બતાવો સૅન્ડવિચ

ઘટકો
મધ્યમ કદનું પીળું સીમલા મરચું
મધ્યમ કદનું લાલ સીમલા મરચું
મધ્યમ કદનું લીલું સીમલા મરચું
ઘઉંના બ્રેડની સ્લાઇસ
૩/૪ ટીસ્પૂન તેલ , ચોપડવા માટે
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન મિક્સ સૂકા હર્બસ્
મોટા આઇસબર્ગ સલાડના પાન

હર્બ ચીઝ માટે
૩/૪ કપ ખમણેલું લૉ ફેટ પનીર
૧ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી પાર્સલી
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી સમારેલી સુઆની ભાજી
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
હર્બ ચીઝ માટે

    હર્બ ચીઝ માટે
  1. એક મિક્સરમાં બધી સામગ્રી ભેગી કરી બ્લેન્ડ કરી સુંવાળી પેસ્ટ બનાવો.
  2. આ હર્બ ચીઝના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  3. આગળની રીત
  4. પીળા સીમલા મરચાંને કાંટા વડે કાણા પાડી, તેની પર ૧/૪ ટીસ્પૂન તેલ સમાનરૂપે ચોપડી તેને ગેસની ઝાળમાં બધી બાજુએથી કાળું પડે ત્યાં સુધી શેકી લો.
  5. હવે તેને ઠંડું પાડી, ઠંડા પાણીથી ધોઇ નાંખો અને હવે તેના છીલકા, બી અને ડંડી કાઢીને ફેકી દો. હવે તેની પાતળી લાંબી ચીરીઓ કરી બાજુ પર રાખો.
  6. હવે લાલ અને લીલા સીમલા મરચાંને રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે પ્રક્રિયા કરી બાજુ પર રાખો.
  7. એક બાઉલમાં લાલ, લીલા અને પીળા સીમલા મરચાંની ચીરીઓ, મીઠું અને મિક્સ સૂકા હર્બસ્ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  8. આ સીમલા મરચાંના મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પઇ રાખો.
  9. હવે બ્રેડની સ્લાઇસને સપાટ અને સૂકી જગ્યા પર મૂકી તેના પર હર્બ ચીઝનો એક ભાગ સમાનરૂપે પાથરી લો.
  10. હવે તેના પર સીમલા મરચાંના મિશ્રણનો એક ભાગ, એક આઇસબર્ગ સલાડનું પાન અને બ્રેડની એક સ્લાઇસ મૂકી સૅન્ડવિચ બનાવી લો.
  11. બાકીની ૩ સૅન્ડવિચ રીત ક્રમાંક ૬ અને ૭ પ્રમાણે બનાવી લો.

કેવી રીતે ટિફિનમાં પૅક કરશો

    કેવી રીતે ટિફિનમાં પૅક કરશો
  1. અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી ટિફિનમાં પૅક કરો.
Nutrient values એક સૅન્ડવિચ માટે

ઊર્જા
૧૪૩ કૅલરી
પ્રોટીન
૬.૦ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૨૬.૭ ગ્રામ
ચરબી
૧.૫ ગ્રામ
ફાઇબર
૧.૭ ગ્રામ
કૅલ્શિયમ
૮૯.૫ માઇક્રોગ્રામ

Reviews