મસાલા ટોમેટો ઓનીયન પરાઠા - Masala Tomato Onion Paratha

Masala Tomato Onion Paratha recipe In Gujarati

This recipe has been viewed 2373 times

Masala Tomato Onion Paratha - Read in English 


જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.

Masala Tomato Onion Paratha recipe - How to make Masala Tomato Onion Paratha in gujarati

તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૬પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો
૩/૪ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , ચોપડવા માટે
૬ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૩ ટેબલસ્પૂન બી કાઢી લીધેલા અને ઝીણા સમારેલા ટમેટા
૬ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
લાલ મરચાંનો પાવડર , સ્વાદાનુસાર
જીરા પાવડર , સ્વાદાનુસાર
તેલ , ચોપડવા અને શેકવા માટે
કાર્યવાહી
  Method
 1. એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મીક્સ કરી, જરૂર પ્રમાણે પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
 2. કણિકના ૬ સરખા ભાગ પાડો.
 3. દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
 4. ઉપર પ્રમાણે વણેલી એક રોટી લઇ તેની ઉપર થોડું એકસરખું તેલ ચોપડો.
 5. તેની પર ૧ ટેબલસ્પૂન કાંદા, ૧/૨ ટેબલસ્પૂન ટમેટા, ૧ ટીસ્પૂન કોથમીર, થોડું મીઠું, લાલ મરચાંનો પાવડર અને જીરા પાવડર એકસરખું ભભરાવો.
 6. રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી લો, ફરીથી રોટીને એક કિનારથી બીજા કિનાર સુધી ચુસ્તરીતે વીંટી અને બન્ને હથેળીની મદદથી દબાવી ગોળાકાર બનાવી દો.
 7. હવે ફરીથી ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
 8. એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી અને થોડું તેલ ચોપડો.
 9. પરાઠાને બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો.
 10. રીત ક્રમાંક ૪ થી ૯ પ્રમાણે બાકીના ૫ પરોઠા બનાવી લો.
 11. ગરમ-ગરમ પીરસો

Reviews