ફૂદીના છાસ - Mint Chaas, Punjabi Mint Chaas Recipe

Mint Chaas, Punjabi Mint Chaas Recipe In Gujarati

This recipe has been viewed 4587 times
5/5 stars  100% LIKED IT   
2 REVIEWS ALL GOODભારતમાં ઓળખાતો ફૂદીનો દુનીયામાં તેના ઠંડા ગુણધર્મ માટે પ્રખ્યાત છે. આપણે બધા ફૂદીના મીલ્કશેક, આઇસક્રીમ અને ફૂદીનાવાળી ચોકલેટ જોઇ હશે, પણ એ બધાથી સર્વોતમ છે ફૂદીનાવાળી છાસ. ઉનાળાની બપોરના

આ ફૂદીના મેળવેલી છાસ બધાની મનપસંદ ઠંડાઇ ગણાય છે. અહીં તાજા ફૂદીના વડે બનાવેલી છાસ તમને બગીચામાંથી મેળવેલા તાજા ફૂદીનાનો અહેસાસ કરાવશે. ઘણા લોકો આ છાસમાં લીલો રંગ મેળવી તેને રંગીન બનાવે છે પણ મને તે ગમતું નથી.

જ્યારે તમે દાળ , ભાત , રોટી અને શાક નું પૂર્ણ જમણ કર્યું હોય, તે પછી આ ફૂદીનાવાળી છાસનો એક ગ્લાસ તમારી પાચનશક્તિમાં વધારો કરશે.

ફૂદીના છાસ - Mint Chaas, Punjabi Mint Chaas Recipe in Gujarati

તૈયારીનો સમય: ૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ

ઘટકો
૧ કપ તાજું દહીં
૧/૪ કપ સમારેલું ફૂદીનો
૧ ટીસ્પૂન જીરા પાવડર
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન સંચળ
મીઠું , સ્વાદાનુસાર
બરફના ટુકડા

સજાવવા માટે
થોડા ફૂદીનાના પાન
કાર્યવાહી
    Method
  1. બધી વસ્તુઓ મિક્સરમાં ભેગી કરી સુંવાળી અને ફીણદાર છાસ તૈયાર કરી લો.
  2. તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી ફરી ૧ મિનિટ સુધી મિક્સરમાં ફેરવી લો.
  3. આમ તૈયાર થયેલી છાસને ૪ સરખા ગ્લાસમાં રેડી ફૂદીનાના પાન વડે સજાવીને તરત જ પીરસો.

Reviews