મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી | Malaysian Noodles

મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી | malaysian noodles recipe in gujarati.

પીસેલી મગફળી અને પનીરની સાથે રંગીન શાકભાજી તમને વિદેશી સ્વાદ આપવા ફ્લેટ નૂડલ્સ્ ની સાથે બરાબર રાંધાય છેં. મલેશિયન નૂડલ્સનો સ્વાદ વધારવા લસણ, સોયા સોસ, લીંબુનો રસ ઉમેરવામા આવ્યો છે અને ભૂકો કરેલી મગફળી અને લીલા કાંદાના પાન સુશોભન માટે વાપરવામાં આવ્યા છે. નૂડલ્સ અને પનીર અથવા તોફુની રચના જાળવી રાખવા માટે તૈયારી નૂડલ્સ્ ને તરત જ પીરસો.

Malaysian Noodles recipe In Gujarati

This recipe has been viewed 4748 times

मलेशियन नूडल्स् - हिन्दी में पढ़ें - Malaysian Noodles In Hindi 


મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી - Malaysian Noodles recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મલેશિયન નૂડલ્સ બનાવવા માટે સામગ્રી
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન વાટેલું લસણ
૧/૨ કપ પતલા સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ
૧/૨ કપ પતલા સ્લાઇસ કરેલા સિમલા મરચાં
૧/૨ કપ આડા કાપેલા ગાજર
૧ કપ બીન સ્પ્રાઉટસ્
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
૧ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન સોયા સોસ
૨ ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલી મગફળી
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ પનીર અથવા તોફુ ના ચોરસ ટુકડા
૩ કપ ઉકાળેલા ફ્લેટ નૂડલ્સ્

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલી મગફળી
૧ ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાના પાન
કાર્યવાહી
મલેશિયન નૂડલ્સ બનાવવા માટે વિધિ

    મલેશિયન નૂડલ્સ બનાવવા માટે વિધિ
  1. એક વૉક / કઢાઇમાં ઉંચા તાપ પર તેલ ગરમ કરો, તેમાં લસણ અને ડુંગળી નાંખો અને મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો
  2. સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ આંચ પર બીજી મિનિટ માટે સાંતળી લો.
  3. પછી ગાજર ઉમેરો અને ૧ મિનિટ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
  4. બીન સ્પ્રાઉટસ્ ઉમેરો અને ૧ મિનિટ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
  5. તેમાં લીંબુનો રસ, મરચું પાવડર, સાકર, સોયા સોસ અને મગફળી નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.
  6. મીઠું અને પનીર ઉમેરી, ધીમા તાપે હલકા હાથે મિક્સ કરી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે રાંધી લો.
  7. નૂડલ્સ ઉમેરો, હળવેથી મિક્સ કરો અને મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
  8. મલેશિયન નૂડલ્સ ને મગફળી અને સમારેલા લીલા કાંદાના વડે સજાવીને તરત જ પીરસો.

Reviews