વિગતવાર ફોટો સાથે લીલા વટાણાના પૌવા ની રેસીપી
-
જો તમને લીલા વટાણા ના પૌવા | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ | સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | matar poha in gujarati | ગમે છે, તો તમે નીચે આપેલી વાનગીઓ તમારા દૈનિક રસોઈમાં બનાવી શકો છો.
-
લીલા વટાણાના પૌવા રેસીપી કઈ સામગ્રીથી બને છે? લીલા વટાણાના પૌવા ૩ કપ જાડા પૌવા, ૨ ટેબલસ્પૂન તેલ, ૨ ટીસ્પૂન રાઇ, ૮ કડી પત્તા, ૧ ટીસ્પૂન હિંગ, ૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચા, ૩/૪ કપ બારીક સમારેલા કાંદા, ૧/૨ કપ બારીક સમારેલા ટામેટાં, ૩/૪ કપ બાફેલા લીલા વટાણા, ૧ ૧/૪ ટીસ્પૂન હળદર, ૨ ટીસ્પૂન સાકર, સ્વાદાનુસાર મીઠું, ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર, ૧ ટીસ્પૂન લીંબુનો રસ, ૨ ટેબલસ્પૂન તાજુ ખમણેલું નાળિયેર, ૨ ટેબલસ્પૂન સેવ અને ૨ ટેબલસ્પૂન દાડમથી બનાવવામાં આવે છે. લીલા વટાણાના પૌવા માટે સામગ્રીની સૂચિ નીચેની છબીમાં જુઓ.
-
લીલા વટાણાના પૌવા બનાવવા માટે | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ |સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | matar poha in Gujarati | સૌથી પહેલા ૩ કપ જાડા પૌવા લો.
-
પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરો.
-
સ્ટ્રેનરનો ઉપયોગ કર્યા વિના પાણી કાઢી નાખો. બાજુ પર રાખો.
-
એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
-
૧ ૧/૨ ટીસ્પૂન રાઇ ઉમેરો.
-
૮ કડી પત્તા ઉમેરો.
-
૧ ટીસ્પૂન હીંગ ઉમેરો.
-
મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
-
૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચા ઉમેરો.
-
૩/૪ કપ બારીક સમારેલા કાંદા ઉમેરો.
-
મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
-
૧/૨ કપ બારીક સમારેલા ટામેટાં ઉમેરો.
-
૩/૪ કપ બાફેલા લીલા વટાણા ઉમેરો.
-
મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
-
૧ ૧/૪ ટીસ્પૂન હળદર ઉમેરો.
-
પૌવા ઉમેરો.
-
૨ ટીસ્પૂન સાકર ઉમેરો.
-
સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
-
૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરો.
-
મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
-
૧ ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરો.
-
લીલા વટાણાના પૌવા રેસીપીને | લીલા વટાણા પૌઆ | હેલ્ધી પૌઆ |સ્વસ્થ લીલા વટાણા ના પૌવા | matar poha in Gujarati | સર્વિંગ બાઉલમાં નાખો, તેની ઉપર ૨ ટેબલસ્પૂન તાજુ ખમણેલું નાળિયેર નાખો.
-
૨ ટેબલસ્પૂન સેવ ભભરાવો.
-
છેલ્લે ૨ ટેબલસ્પૂન દાડમ ભભરાવો. તરત જ પીરસો.
-
પૌવાને અગાઉથી પલાળી ન રાખો કારણ કે તે સુકાઈ જશે.
-
જો થોડીવાર પછીથી પોહા પીરસી રહ્યા હોય, તો થોડું પાણી છાંટો અને પછી પૌવાને ફરીથી ગરમ કરો.
-
જો તમે જૈન હોવ તો કાંદા નાખવાનું ટાળી શકો છો.
-
લીલા વટાણાને બદલે તમે બાફેલા મીઠી મકાઇના દાણા પણ ઉમેરી શકો છો.
-
હેલ્ધી લીલા વટાણાના પૌવા - એક પૌષ્ટિક નાસ્તો.
-
પૌવામાં થોડું આયર્ન હોય છે અને લીંબુના રસમાંથી મળતું વિટામિન સી તેના શોષણમાં મદદ કરે છે.
-
લીલા વટાણા ઉમેરવાથી તેમાં ફાયબર વધે છે.
-
તમને બી વિટામિન્સ પણ નોંધપાત્ર પ્રમાણમાં મળશે જે શરીરમાં ઘણી રાસાયણિક પ્રતિક્રિયાઓમાં મદદ કરે છે.
-
આ પૌવા તમને આગામી ભોજન સુધી ઉર્જાવાન રાખશે.
-
સ્વાસ્થ્ય પર નજર રાખવવાળા વધારમાં તેલની માત્રા ૨ ટીસ્પૂન સુધી ઘટાડી શકે છે અને સાકર અને સેવનો પણ ઉપયોગ ટાળી શકે છે. આનાથી કેલરીની સંખ્યા 281 પ્રતિ સર્વિંગથી ઘટીને આશરે 163 પ્રતિ સર્વિંગ થઈ જશે.