You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મહારાષ્ટ્રીયન રોટી, ભકરી, પોળી રેસિપિસ > ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી | Chana Dal and Coconut Puranpoli તરલા દલાલ પૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમને કંઈ ખાસ બનાવવાની ઇચ્છા થાય ત્યારે પણ તે બનાવી શકો છો. Post A comment 30 Sep 2016 This recipe has been viewed 6943 times चना दाल एण्ड कोकोनट पुरनपोली - हिन्दी में पढ़ें - Chana Dal and Coconut Puranpoli In Hindi Chana Dal and Coconut Puranpoli - Read in English ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી - Chana Dal and Coconut Puranpoli recipe in Gujarati Tags જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓજૈન પર્યુષણ ના વ્યંજનમહારાષ્ટ્રીયન રોટી, ભકરી, પોળી રેસિપિસ પરંપરાગત ભારતીય મીઠાઈઓ રેસિપીઝડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજનતવા રેસિપિસતવો વેજ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   પલાળવાનો સમય: ૨ થી ૩ કલાક   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૨૧૫3 કલાક 35 મિનિટ    ૬પૂરણપોળી માટે મને બતાવો પૂરણપોળી ઘટકો કણિક માટે૧ કપ મેંદો૧ ટેબલસ્પૂન ઘી મેંદો , વણવા માટેપૂરણ માટે૧/૨ કપ ચણાની દાળ૩/૪ કપ ગોળ૨ ટેબલસ્પૂન ખમણેલું સૂકું નાળિયેર૧ ટીસ્પૂન એલચી પાવડર૧/૪ ટીસ્પૂન જાયફળ પાવડરબીજી જરૂરી વસ્તુઓ મેંદો, વણવા માટે ઘી , ચોપડવા માટે કાર્યવાહી કણિક માટેકણિક માટેએક બાઉલમાં મેંદો અને ઘી મેળવી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.પૂરણ માટેપૂરણ માટેચણાની દાળને જરૂરી ગરમ પાણીમાં ૨ થી ૩ કલાક પલાળી રાખો.તે પછી તેને નીતારી, તેમાં ૧ કપ પાણી મેળવી પ્રેશર કુકરની ૨ સીટી સુધી બાફી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.દાળ જ્યારે ઠંડી થાય તે પછી તેમાં ગોળ મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.આમ તૈયાર થયેલા મિશ્રણને માઇક્રોવેવ પ્રુફ પ્લેટમાં કાઢી તેમાં નાળિયેર, એલચી પાવડર અને જાયફળ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને સરખી રીતે પાથરી માઇક્રોવેવમાં ઉંચા તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે દર એક મિનિટે હલાવતા રહી રાંધી લો.આમ તૈયાર થયેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતકણિકના દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી રોટીની બધી બાજુઓ ભેગી કરી, હલકી રીતે દબાવી ફરી તેને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પૂરણપોળીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.દરેક પૂરણપોળી પર થોડું ઘી ચોપડીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન