મશરૂમ ( Mushrooms )
મશરૂમ એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી |
Viewed 17094 times
મશરૂમ એટલે શું? What is mushrooms, button mushrooms, khumb, dhingri in Gujarati?
બટન મશરૂમ વ્યાપકપણે ઉપલબ્ધ છે; સફેદથી આછા ભુરા રંગમાં અને નાનાથી જમ્બો સ્ટફરમાં કદમાં બદલાય છે; જાડા અને ગુંબજ આકારના; જેને રાંધવામાં આવે ત્યારે વધુ સ્વાદિષ્ટ બને છે. ખુલ્લા વેલ સાથે પરિપક્વ પાકેલા મશરૂમ્સ ખૂબ સમૃદ્ધ સ્વાદ ધરાવે છે. મશરૂમ એકદમ સર્વતોમુખી છે, કાચા અને રાંધેલા બંને ઉપયોગ માટે ઉત્તમ છે. તે સૂકા અને કૈન્ડ સ્વરૂપમાં પણ ઉપલબ્ધ છે.
મશરૂમના ઉપયોગ રસોઈ માં (uses of mushrooms, button mushrooms, khumb, dhingri in Indian cooking)
ભારતીય જમણમાં મશરૂમ્સનો ઉપયોગ સ્ટાર્ટર્સ, નાસ્તા, મશરૂમ રાઈસ, મશરૂમ કરી, ચીલી મશરૂમ અને કઢાઈ મશરૂમ બનાવવા માટે થાય છે.
મશરૂમના ફાયદા, આરોગ્ય લાભો (benefits of mushrooms, button mushrooms, khumb, dhingri in Gujarati)
ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના મશરૂમ ,Mushrooms
મશરૂમ નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 15 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલી કાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માં થાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રી ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. મશરૂમ જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાના સ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.બાફીને સ્લાઇસ કરેલા મશરૂમ (blanched and sliced mushrooms)
હલકા ઉકાળેલા મશરૂમ (blanched mushroom)
હલકા ઉકાળેલા મશરૂમના ટુકડા (blanched mushroom cubes)