You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > રોટી / પૂરી / પરોઠા > ભારતીય રોટી સંગ્રહ > સ્પાઇસી બાજરા પરાઠા સ્પાઇસી બાજરા પરાઠા | Spicy Bajra Paratha તરલા દલાલ બાજરી ફાઇબર, લોહતત્વ, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાજરીના લોટથી બનેલ પરોઠા ખૂબ જ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ બને છે પણ તેને બનાવવા સહેલા નથી કારણ કે તેને એકસરખા વણવામાં તકલીફ પડે છે છતાં સ્પાઇસી બાજરા પરાઠા બનાવવાની મહેનત જરૂર રંગ લાવે છે. પરાઠાની આ વાનગીમાં પનીર અને મેથીનો વપરાશ તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. આ ગરમ પરાઠાને લૉ ફેટ દહીં સાથે પીરસસો તો એક સ્વાદિષ્ટ ભોજન તૈયાર થાય છે અને તે ખાતા પછી તમને જલદી ભૂખ પણ નહીં લાગે. Post A comment 22 Apr 2016 This recipe has been viewed 5815 times स्पाईसी बाजरा पराठा - हिन्दी में पढ़ें - Spicy Bajra Paratha In Hindi Spicy Bajra Paratha - Read in English સ્પાઇસી બાજરા પરાઠા - Spicy Bajra Paratha recipe in Gujarati Tags ભારતીય રોટી સંગ્રહતવા રેસિપિસતવો વેજહમેંશા જુવાન રહેવા માટેનો આહારહાંડકા મજબુત કરનાર આહારરોટી / પરોઠા તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૬પરોઠા માટે ઘટકો ૧ કપ બાજરીનો લોટ૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ મીઠું , સ્વાદાનુસાર બાજરીનો લોટ , વણવા માટે૩ ટીસ્પૂન તેલ , શેકવા માટેમિક્સ કરી પૂરણ બનાવવા માટે૩/૪ કપ ભુક્કો કરેલું લૉ ફેટ પનીર૧/૨ કપ ઝીણા સમારેલા મેથીના પાન૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસારપીરસવા માટે લૉ ફેટ દહીં કાર્યવાહી Methodમિક્સ કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂરી પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.કણિકના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.કણિકના એક ભાગને બાજરીના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.હવે પૂરણનો એક ભાગ વણેલા પરોઠાના અડધા ભાગ પાથરી દો અને રોટીના બાકીના ભાગને વાળી અર્ધગોળાકાર બનાવો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૨ ટીસ્પૂન તેલની મદદથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.હવે બાકીનો ૫ પરાઠા રીત ક્રમાંક ૪ થી ૬ પ્રમાણે બનાવી લો.લૉ ફેટ દહીં સાથે તરત જ પીરસો. Nutrient values એક પરોઠા માટેઊર્જા ૧૭૫ કૅલરીપ્રોટીન ૭.૮ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૨૬.૯ ગ્રામચરબી ૪.૧ ગ્રામફાઇબર ૩.૬ ગ્રામકૅલ્શિયમ ૨૦૦.૧ મીલીગ્રામલોહતત્વ ૨.૫ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન