ક્રિસ્પી બ્રેડ કપ્સ | Crispy Bread Cups

લોભામણી અને આરોગ્યવર્ધક એવી આ બ્રેડની વાનગી નાસ્તામાં, સવારના નાસ્તામાં અથવા ભૂખ જગાડે તે માટે મુખ્ય જમણની પહેલાં પીરસી શકાય છે. ઘણા પ્રમાણમાં વપરાયેલા કોર્ન અને લૉ ફેટ દૂધને કારણે ક્રિસ્પી બ્રેડ કપ્સ, હાડકા અને સ્નાયુઓને મજબૂત બનાવનાર ઊર્જા, કૅલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. બાળકોને પણ તેનો આકર્ષક દેખાવ પસંદ પડે છે. જો તમે બાળકો માટે આ વાનગી બનાવતા હોય તો લૉ ફેટ માખણ અને દૂધ વાપરવાને બદલે નિયમિત માખણ અને દૂધ વાપરો.

Crispy Bread Cups recipe In Gujarati

This recipe has been viewed 6648 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

क्रिस्पी ब्रेड कप्स् - हिन्दी में पढ़ें - Crispy Bread Cups In Hindi 
Crispy Bread Cups - Read in English 


ક્રિસ્પી બ્રેડ કપ્સ - Crispy Bread Cups recipe in Gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  २००° સે (४००° ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય :     ૮ બ્રેડ કપ્સ માટે
મને બતાવો બ્રેડ કપ્સ

ઘટકો

ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે
વધેલી ઘઉંની બ્રેડની સ્લાઇસ
૧/૨ ટીસ્પૂન લૉ ફેટ માખણ , ચોપડવા માટે

પૂરણ માટે
૩/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા
૧ ટીસ્પૂન તેલ
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ કપ ઝીણા સમારેલા લાલ અને લીલા સીમલા મરચાં
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટેબલસ્પૂન કોર્નફલોર , ૧/૨ કપ ઠંડા લૉ ફેટ દૂધમાં ઓગાળેલું
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે

    ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે
  1. દરેક બ્રેડ સ્લાઇસની કડક કીનારીઓ કાપી નાંખો.
  2. બ્રેડ સ્લાઇસને મલમલના કપડામાં લપેટી સ્ટીમરમાં ૪ થી ૫ મિનિટ સુધી બાફી લો.
  3. બ્રેડ સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી રોલિંગ પિનની મદદથી હળવેથી વણી લો.
  4. મફીન ટ્રેમાં લૉ ફેટ માખણ ચોપડો.
  5. વણેલી બ્રેડ સ્લાઇસને માખણ ચોપડેલા મફીન ટ્રેના સાંચાની અંદર દબાવીને મૂકો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં २००° સે (४००° ફે) ના તાપમાન પર ૧૫ મિનિટ માટે અથવા બ્રેડ કરકરી થાય ત્યાં સુધી બેક કરી લો. હવે તેને બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. હવે તેમાં સીમલા મરચાં અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તેમાં મીઠી મકાઇ, કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે અથવા મિશ્રણ જાડું થાય ત્યાં સુધી રાંધી લો.
  4. પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. દરેક ટોસ્ટ કરેલ આવરણમાં પૂરણનો એક-એક ભાગ ભરી દો.
  2. તરત જ પીરસો.
Nutrient values એક બ્રેડ કપ માટે

ઊર્જા
૯૧ કૅલરી
પ્રોટીન
૩.૪ ગ્રામ
કાર્બોહાઈડ્રેટ
૧૬.૬ ગ્રામ
ચરબી
૧.૨ ગ્રામ
ફાઇબર
૩.૦ ગ્રામ
કૅલ્શિયમ
૨૬.૭ મીલીગ્રામ

Reviews

ક્રિસ્પી બ્રેડ કપ્સ
 on 26 Mar 20 05:23 PM
5

Temperature cannot be 2000 c or 4000 f....it''s too high .please check and rectify the mistake
Tarla Dalal
30 Mar 20 08:37 AM
   Thanks Ashok, we have fixed the error.