You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > રૅપ્સ્ વાનગીઓ, રોલ્સ રેસિપિ > મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી | Methi and Moong Sprouts Wrap તરલા દલાલ જો તમને બ્રંચમાં કંઇ ખાવાની ઇચ્છા થાય તો આ વાનગી જરૂર અજમાવજો. મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્, જેમાં ફાઇબરયુક્ત મેથી અને મગનું સંયોજન ડાયાબિટીસ ધરાવનારા માટે તો તે અતિ ઉત્તમ ખોરાક છે. આમ પણ કોઇ પણ ફાઇબરયુક્ત વાનગી રક્તમાં ગ્લુકોઝના પ્રમાણને નીચે રાખવામાં મદદરૂપ થાય છે અને તેમાં મેથી તો ખાસ કરીને, કારણકે તે શરીરમાં ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં મદદ કરે છે. મગમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડંટ(antioxidant) અને વિટામીન એ પણ હોય છે, જે તેની એક વધારાની ખાસિયત ગણી શકાય અને તે ડાયાબિટીસ ધરાવનારા માટે ખાસ ઉપયોગી પૂરવાર થયા છે. આમ આ મેથી અને મગના રૅપ્સ્ જ્યારે તમે રસોડામાં વધેલી રોટલીનો ઉપયોગ કરી બનાવશો, ત્યારે રોટલીનો સરસ ઉપયોગ થયો એમ ગણી શકો છો. Post A comment 22 May 2024 This recipe has been viewed 7660 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD मेथी और मूंग स्प्राउट्स रैप रेसिपी | अंकुरित मूंग का रैप | अंकुरित मूंग रोल वजन घटाने के लिए | मधुमेह के लिए स्वस्थ मूंग मेथी रैप - हिन्दी में पढ़ें - Methi and Moong Sprouts Wrap In Hindi methi and moong sprouts wrap recipe | sprouted moong wrap | sprouted moong roll for weight loss | healthy Indian wrap for diabetes | - Read in English Methi and Moong Sprouts Wrap મેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપી - Methi and Moong Sprouts Wrap recipe in Gujarati Tags લો કેલેરી બ્રેકફાસ્ટ રેસિપીરૅપ્સ્ વાનગીઓ, રોલ્સ રેસિપિવન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્ભારતીય પાર્ટીના વ્યંજનતવો વેજ તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪રેપ્સ્ માટે મને બતાવો રેપ્સ્ ઘટકો ૪ ઘઉંની રોટલી , અર્ધ શેકેલી (દરેક રોટલી ૧૫૦ મી.મી. (૬”)ના ગોળાકારની)મેથી અને ફણગાવેલા મગના પૂરણ માટે૧ કપ ઝીણી સમારેલી મેથી૧ કપ ફણગાવેલા અને બાફેલા મગ૧ ટીસ્પૂન તેલ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૪ ટીસ્પૂન હળદર મીઠું , સ્વાદાનુસાર૧ ટીસ્પૂન લીંબુનો રસલસણ અને કાંદાના સ્પ્રેડ માટે૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા૧/૨ કપ લૉ-ફેટ ચક્કો દહીં૧ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન જીરૂ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર એક ચપટીભર હીંગ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી લસણ અને કાંદાના સ્પ્રેડ માટેલસણ અને કાંદાના સ્પ્રેડ માટેએક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને કાંદાની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો.હવે સાંતળેલા લસણ અને કાંદા સાથે દહીં મિક્સ કરી લો.તે પછી તેમાં મરચાં પાવડર, હીંગ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.મેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટેમેથી અને ફણગાવેલા મગનું પૂરણ તૈયાર કરવા માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧૫ સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં મેથીના સમારેલા પાન મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ફણગાવેલા મગ, હળદર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.૫. આમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતએક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલીને બન્ને બાજુએથી હલકી શેકી લો.આ રોટલીને સાફ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં મેથી અને મગનું પૂરણ મૂકો.હવે તેની પર લસણ-કાંદાનો સ્પ્રેડ સારી રીતે પાથરી લો અને રોટલીને સજ્જડ રીતે ગોળ વાળી લો.રીત ક્રમાંક ૧ થી ૩ મુજબ બીજા ૩ રૅપ પણ તૈયાર કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/methi-and-moong-sprouts-wrap-gujarati-7467rમેથી અને ફણગાવેલા મગના રૅપ્સ્ ની રેસીપીMukesh Vakharia on 20 Jul 19 09:24 PM5excellant and good for health.. PostCancelTarla Dalal 23 Jul 19 10:37 AM   Thanks for the feedback. Happy cooking. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન