કાળા ચણા ( Kala chana )

કાળા ચણા, લાલ ચણા એટલે શું? ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી | Viewed 6893 times

કાળા ચણા, લાલ ચણા એટલે શું?


લાલ ચણા અથવા કાળા ચણા નાના બ્રાઉન ચણા છે જેનો ઉપરનો સ્તર સખત અને બરછટ છે, જે મોટાભાગે ભારત અને ભારતીય ઉપખંડના અન્ય ભાગોમાં તેમજ ઇથોપિયા, મેક્સિકો અને ઈરાનમાં ઉગાડવામાં આવે છે. તે સામાન્ય રીતે મળતા પીળા ચણાનો નાનો વિકલ્પ છે. ભલે તે બહારથી ભૂરા રંગનો હોય, પણ તે અંદરથી પીળો રંગનો હોય છે અને તેનો સ્વાદ મીઠો હોય છે અને જ્યારે રાંધવામાં આવે ત્યારે તે જાડું થાય છે. તે એક બહુમુખી લેગ્યૂમ છે જેનો ઉપયોગ મધ્ય પૂર્વ અને ભારતીય ભોજનમાં થાય છે.


કાળા ચણા, લાલ ચણા ના ઉપયોગ રસોઈ માં (uses of kala chana, red chana, brown chickpea in Indian cooking)


ભારતીય જમણમાં, કાલા ચણા આમટી, સુંદલ અને કાળા ચણાની ઉસલ ખૂબ જ પ્રખ્યાત છે. કાળા ચણાને થોડું સાતળી લો અને તેમાં કાંદા, કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવો.

કાળા ચણા, લાલ ચણાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of kala chana, red chana, brown chickpeas in Gujarati)

કાળા ચણા એ તમારા આહારમાં તંદુરસ્ત ઘટક છે. પ્રોટીન અને ફાઈબર વધારે હોવાથી કાળા ચણા વજન ઘટાડવાની ઈચ્છા ધરાવતા લોકો માટે સારો વિકલ્પ છે. મોટાભાગના કઠોળની જેમ, કાળા ચણામાં પણ ફાઇબર વધારે હોય છે, તેથી તે તમને કલાકો સુધી સંતુષ્ટ રાખવામાં મદદ કરે છે. જ્યારે અન્ય તંદુરસ્ત ઘટકો સાથે રાંધવામાં આવે છે, ત્યારે કાળા ચણા હૃદય રોગ માટે પણ યોગ્ય છે. ડાયાબિટીસના દર્દીઓ પ્રતિબંધિત માત્રામાં તેમનું સેવન કરી શકે છે. કેલ્શિયમનો સારો સ્રોત હોવાથી, તેઓ હાડકાના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને આયર્નનો સારો સ્રોત હોવાને કારણે, તેઓ લાલ રક્તકણો (red blood cells) અને હિમોગ્લોબિનના સ્તરને બનાવવામાં મદદ કરે છે.



બાફેલા કાળા ચણા (boiled kala chana)
પલાળેલા કાળા ચણા (soaked kala chana)
પલાળીને બાફેલા કાળા ચણા (sprouted and boiled kala chana)
ફણગાવેલા કાળા ચણા (sprouted kala chana)

Categories