નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | Nylon Khaman Dhokla (gujarati Recipe)

નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | nylon khamman dhokla in Gujarati | with 26 amazing images.

નાયલોન ખમણ ઢોકળા એટલા સુંવાળા, પોચા અને લવચીક છે કે તેને નાયલોન ઢોકળાનું નામ આપવું યોગ્ય જ ગણાય. જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે આ ઢોકળા બનાવશો, તો તેની રીત એવી સરળ છે કે તમે એક કે બે વખત બનાવશો તો તમને તેની રીત બરોબર આવડી જશે.

તેના ખીરામાં ઉમેરાતી બે વસ્તુઓ એટલે કે ખાવાની સોડા અને વઘારના પાણીના માપનું પ્રમાણ આ મસ્ત પોચા અને સુંવાળા ઢોકળા માટે ખાસ મહત્વની છે. વઘાર તો ત્યારે જ કરવાનું જ્યારે તમે ઢોકળા પીરસવા તૈયાર હો અને જુઓ તમને ૧૦૦% સફળતા જરૂરથી મળશે.

આ નાયલોન ખમણ ઢોકળા તમે સવારે નાસ્તા માટે તેમજ સાંજે ચા નાસ્તા માટે ખાય શકો છો.

Nylon Khaman Dhokla (gujarati Recipe) In Gujarati

નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી - Nylon Khaman Dhokla (gujarati Recipe) in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે
૧ ૧/૨ કપ ચણાનો લોટ
૧ ૧/૨ ટેબલસ્પૂન રવો
૪ ટીસ્પૂન સાકર
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન ખાવાની સોડા
૩ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન તલ
એક ચપટીભર હીંગ
૨ to ૩ કડીપત્તા
૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
લીલી ચટણી
કાર્યવાહી
  Method
 1. નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઇ તેમાં ચણાનો લોટ, રવો, સાકર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું મેળવી રવઇ વડે ખીરૂં સુંવાળું બને તે રીતે મિક્સ કરી લો.
 2. હવે જ્યારે ખીરાને બાફવા માટે મૂકવા માંડો, ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરીને હલ્કે હાથે મિક્સ કરી લો.
 3. આ ખીરાને તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો.
 4. તે પછી થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને બાજુ પર રાખો.
 5. હવે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.
 6. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ, હીંગ, કડીપત્તા અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
 7. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
 8. હવે આ તૈયાર થયેલા વઘારને ઢોકળા પર સરખી રીતે પથરાઇ જાય તેમ રેડી લો.
 9. ઢોકળાના ટુકડા પાડી કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે નાયલોન ખમણ ઢોકળા ની રેસીપી

ફોટા સાથે નાયલોન ખમણ ઢોકળા બનાવવાની રીત

 1. નાયલોન ખમણ ઢોકળા બનાવવા માટે, પેહલા એક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ ચણાનો લોટ લો. આ આશરે ૨૫૦ ગ્રામ સુધી પહોંચશે.
 2. હવે તેમાં રવો ઉમેરો.
 3. હવે બાઉલમાં સાકર ઉમેરો. ખમણ ઢોકળા બનાવવાના બે રસ્તાઓ છે - પ્રથમ સાકરને ખીરામાં ઉમેરો અને બીજો ઢોકળા ઉપર રેડવામાં આવતા વધારમાં સાકરને ઉમેરો. જો તમે ખીરામાં સાકર ઉમેરવા માંગતા ન હો, તો તમે તેને તેલ-પાણીના વધારમાં ઉમેરી શકો છો, તેને ઓગાળવા દો અને પછી તેને ઢોકળા ઉપર રેડો.
 4. હવે તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
 5. હવે તેમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરો. આ ઢોકળા થોડા ખાટા-મીઠા હોવાથી આપણે લીંબુનો રસ ઉમેરીએ છીએ. વૈકલ્પિક રીતે તમે સાઇટ્રિક એસિડ (લીંબુ ના ફૂલ) ઉમેરી શકો છો. લીંબુનો રસ (અથવા સાઇટ્રિક એસિડ) અને ફ્રૂટ સોલ્ટથી ફિજ઼ી પ્રતિક્રિયા થાય છે જેનું પરિણામ નરમ, સ્પોંગી ખમણ મળે છે.
 6. હવે બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી ઉમેરો.
 7. નાયલોન ખમણ ઢોકળાનું ખીરૂં સુંવાળું  બનાવવા માટે રવઇની મદદથી સારી રીતે મિક્સ કરી લો. ખીરૂં ખૂબ સારી રીતે મિક્સ થવું જોઈએ, કારણ કે સાકર યોગ્ય રીતે ઓગળવાની જરૂરી છે. જો તમે ઇચ્છો તો સાકર બરાબર ઓગળી જાય ત્યાં સુધી તમે ખીરાને ૧૦-૧૫ મિનિટ માટે એક બાજુ રાખી શકો છો.

નાયલોન ખમણ ઢોકળાને બાફવાની પદ્ધતિ

 1. નાયલોન ખમણ ઢોકળાને બાફવા માટે | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | nylon khamman dhokla in Gujarati | સ્ટીમરમાં થોડું પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો.
 2. ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં થોડું તેલ લગાડો. આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તેલ ચોપડવાને કારણે ઢોકળાને તોડ્યા કે ચોંટ્યા વગર પ્લેટમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
 3. બાફતા પહેલા, ફ્રૂટ સોલ્ટ નાખો. આ ફ્લફી ખીરૂં મેળવવા માટે લીંબુના રસ સાથે પ્રતિક્રિયા આપશે.
 4. ફ્રૂટ સોલ્ટને સક્રિય કરવા માટે ઉપર ૧ ટીસ્પૂન પાણી રેડો.
 5. હલ્કે હાથે ફ્રૂટ સોલ્ટને બરાબર મિક્ષ થાય ત્યાં સુધી મિક્સ કરો. ખીરાને વધુ પડતું મિક્સ ન કરો, તે હલકું અને ફ્લફી હોવું જોઈએ!
 6. નાયલોન ખમણ ઢોકળાનું મિશ્રણ તરત જ થાળીમાં રેડો.
 7. ખીરાને સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો.
 8. સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | nylon khamman dhokla in Gujarati | બરોબર બફાઇ જાય ત્યાં સુધી સ્ટીમરમાં બાફી લો.
 9. સ્ટીમરથી નાયલોન ખમણ ઢોકળાને કાઢો અને મધ્યમાં ટૂથપીક અથવા છરી દાખલ કરો. ટૂથપીક સાફ આવે તો નાયલોન ખમણ ઢોકળા તૈયાર છે. જો નહીં, તો તેને વધુ સમય બાફવાની જરૂર છે. એક બાજુ રાખો.

નાયલોન ખમણ ઢોકળાના વઘાર માટે

 1. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.
 2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે પૅનમાં તલ નાખો.
 3. ત્યારબાદ તેમાં હીંગ અને કડીપત્તા નાખો.
 4. હવે તેમાં લીલા મરચા નાખો. મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ માટે સાંતળી લો.
 5. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
 6. તૈયાર કરેલા ઢોકળા ઉપર વઘાર રેડો અને તેને સરખી રીતે ફેલાવો. ખાતરી કરો કે તમે જ્યારે વઘાર રેડતા હો ત્યારે ઢોકળા ગરમ હોય, નહીં તો તેઓ પાણીને અંદર પલળસે નહીં.
 7. ઢોકળાને પીરસતાં પહેલાં નરમ અને સ્પન્જી થવા માટે ૧૦-૧૫ મિનિટ સુધી એક બાજુ રાખી દો.
 8. ઢોકળાને સમાન ટુકડામાં કાપી લો.
 9. કોથમીર વડે સજાવી લો.
 10. નરમ અને સ્પન્જી નાયલોન ખમણ ઢોકળાને | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ક્વિક નાયલોન ખમણ ઢોકળા | nylon khamman dhokla in Gujarati | લીલી ચટણી સાથે તરત જ પીરસો.

ઢોકળા શું છે?

 1. ઢોકળા શું છે? ઢોકળા એ ગુજરાતી લોકોનો નરમ અને સ્પન્જી બાફીને બનાવામાં આવતો નાસ્તો છે. ઢોકળાને એક મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચાના સમયે નાસ્તા તરીકે અથવા નાસ્તામાં પણ માણવામાં આવે છે. મૂળભૂત રીતે, તમે ભૂખ્યા હોવ ત્યારે બનાવવામાં આવતી વાનગી છે!
  અસંખ્ય ઢોકળાની વાનગીઓને વિવિધ પ્રકારે બનાવવામાં આવતા હોય છે, જેથી તમે અઠવાડિયામાં ઘણી વાર આ નાસ્તો કરી શકો અને કંટાળો પણ ન આવે. અમુંક ઢોકળાના ખીરાને ગ્રાઇન્ડીંગ અને આથાની જરૂર પડે છે, જેવા કે મગની દાળના ઢોકળા, જ્યારે રવા ઢોકળા એક ક્વિક ફિક્સ વિકલ્પો માંથી એક છે જેને તમે સરળતાથી મિક્સ કરો અને બાફી લો. જો તમારી પાસે થોડી જ મિનિટો છે, તો ચિંતા કરવાની જરૂર નથી, તો તમે માઇક્રોવેવમાં સ્વાદિષ્ટ ખમણ ઢોકળાને બનાવી શકો છો - માઇક્રોવેવ મગ ઢોકળા! તમે બચેલા ઇડલીના ખીરાથી ખટ્ટા ઢોકળા પણ બનાવી શકો છો. તેથી, સમય અને સામગ્રીની ઉપલબ્ધતાને આધારે, તમે ઢોકળા રેસીપી પસંદ કરી શકો છો.
  શ્રેષ્ઠ ભાગ એ છે કે તમે હંમેશા તમારા ઢોકળાના ખીરાને લહેજતદાર અને સ્વાદિષ્ટ શાકભાજી અને લીલોતરી શાક સાથે મજબૂત બનાવી શકો છો, જેવા કે ખમણેલું ગાજર, છૂંદેલા લીલા વટાણા અને મેથી. આ ઢોકળાને રંગીન, સ્વાદિષ્ટ અને સ્વસ્થ પણ બનાવે છે. એકવાર તમે વિવિધ પ્રકારનાં ઢોકળાના ખીરાને ઓળખી લો, પછી તમે પસંદગીઓ અને ઉપલબ્ધતા અનુસાર શાકભાજી ઉમેરી શકો અને વધારને જાતે જ બદલી શકો છો.

નાયલોન ખમણ ઢોકળા માટેની ટિપ્સ

 1. હવે તેમાં લીંબુનો રસ અને મીઠું ઉમેરો. આ ઢોકળા થોડા ખાટા-મીઠા હોવાથી આપણે લીંબુનો રસ ઉમેરીએ છીએ. વૈકલ્પિક રીતે તમે સાઇટ્રિક એસિડ (લીંબુ ના ફૂલ) ઉમેરી શકો છો. લીંબુનો રસ (અથવા સાઇટ્રિક એસિડ) અને ફ્રૂટ સોલ્ટથી ફિજ઼ી પ્રતિક્રિયા થાય છે જેનું પરિણામ નરમ, સ્પોંગી ખમણ મળે છે.
 2. નાયલોન ખમણ ઢોકળાનું ખીરૂં સુંવાળું  બનાવવા માટે રવઇની મદદથી સારી રીતે મિક્સ કરી લો. ખીરૂં ખૂબ સારી રીતે મિક્સ થવું જોઈએ, કારણ કે સાકર યોગ્ય રીતે ઓગળવાની જરૂરી છે. જો તમે ઇચ્છો તો સાકર બરાબર ઓગળી જાય ત્યાં સુધી તમે ખીરાને ૧૦-૧૫ મિનિટ માટે એક બાજુ રાખી શકો છો.
 3. ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર થાળીમાં થોડું તેલ લગાડો. આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તેલ ચોપડવાને કારણે ઢોકળાને તોડ્યા કે ચોંટ્યા વગર પ્લેટમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
 4. બાફતા પહેલા, ફ્રૂટ સોલ્ટ નાખો. આ ફ્લફી ખીરૂં મેળવવા માટે લીંબુના રસ સાથે પ્રતિક્રિયા આપશે.
   
 5. હલ્કે હાથે ફ્રૂટ સોલ્ટને બરાબર મિક્ષ થાય ત્યાં સુધી મિક્સ કરો. ખીરાને વધુ પડતું મિક્સ ન કરો, તે હલકું અને ફ્લફી હોવું જોઈએ!
 6. તૈયાર કરેલા ઢોકળા ઉપર વઘાર રેડો અને તેને સરખી રીતે ફેલાવો. ખાતરી કરો કે તમે જ્યારે વઘાર રેડતા હો ત્યારે ઢોકળા ગરમ હોય, નહીં તો તેઓ પાણીને અંદર પલળસે નહીં.
   

Reviews