ડબલ ડેકર પરોઠા | Double Decker Paratha

આ રંગીન અને સ્વાદિષ્ટ પડવાળા પરોઠા તમને અને તમારા બાળકોને જરૂરથી ભાવશે. આ ડબલ ડેકર પરોઠામાં સમજી વિચારીને રંગ અને સ્વાદના વિરોધાભાસનું સંયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક પડમાં રંગીન ગાજરનું પૂરણ અને બીજા પડમાં લીલા વટાણાનું પૂરણ છે. તે છતા જો તમને જોઇએ તો તમારી વિવેકશક્તિ વાપરીને પડ માટે અલગ પ્રકારનું સંયોજન પણ તેયાર કરી શકો છો.

Double Decker Paratha recipe In Gujarati

This recipe has been viewed 4843 times

डबल डेकर पराठा - हिन्दी में पढ़ें - Double Decker Paratha In Hindi 
Double Decker Paratha - Read in English 


ડબલ ડેકર પરોઠા - Double Decker Paratha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪પરોઠા માટે
મને બતાવો પરોઠા

ઘટકો

કણિક માટે
૨ કપ ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન ઘી
મીઠું , સ્વાદાનુસાર

ગાજરના પૂરણ માટે
૧ ૧/૨ કપ ખમણેલા ગાજર
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું, સ્વાદાનુસાર

લીલા વટાણાના પૂરણ માટે
૧ ૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૧ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
ઘઉંનો લોટ , વણવા માટે
ઘી , રાંધવા માટે
કાર્યવાહી
કણિક માટે

    કણિક માટે
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેને સારી રીતે મિક્સ કરી, થોડા હૂંફાળા ગરમ પાણી વડે બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

ગાજરના પૂરણ માટે

    ગાજરના પૂરણ માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, ગાજર, લીંબુનો રસ, કોથમીર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. આ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

લીલા વટાણાના પૂરણ માટે

    લીલા વટાણાના પૂરણ માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં, લીલા વટાણા, કોથમીર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો અને સાથે-સાથે વટાણાને બટાટા છૂંદવાના સાધન વડે હલકા છૂંદી લો.
  3. આ પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના ૧૨ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  2. એક ગરમ તવા પર ૩ રોટી અર્ધ શેકીને તૈયાર કરીને બાજુ પર રાખો.
  3. આ અર્ધ શેકેલી રોટીને સીધી સપાટ સૂકી જગ્યા પર રાખી તેની પર ગાજરના પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો. તેની પર બીજી અર્ધ શેકેલી રોટી મૂકી લીલા વટાણાના પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો. ફરી તેની પર ત્રીજી એક અર્ધ શેકેલી રોટી મૂકી સારી રીતે દબાવી તેની કીનારીઓ બંધ કરી લો જેથી પૂરણ બહાર ન આવે.
  4. આમ તૈયાર થયેલા પરોઠાને એક ગરમ નૉન-સ્ટીક તવા પર, થોડા ઘી વડે પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બાકીના ૩ પરોઠા પણ તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.

Reviews