You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સૂકા નાસ્તા > અળસીના શકરપારા અળસીના શકરપારા | ડાયાબિટીક રેસીપી | હેલ્ધી નાસ્તો | Flax Seed Shakarpara, Diabetic Friendly તરલા દલાલ અળસીના શકરપારા | ડાયાબિટીક રેસીપી | હેલ્ધી નાસ્તો | flax seed shakarpara | with 23 amazing images.આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લોકો માટે અતિ ઉપયોગી તત્વ છે. છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી. આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે. સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે. Post A comment 03 Jul 2023 This recipe has been viewed 6743 times 5/5 stars 100% LIKED IT 2 REVIEWS ALL GOOD अलसी के शक्करपारे रेसिपी | भारतीय अलसी के क्रैकर | अलसी बिस्किट | स्वस्थ अलसी का नाश्ता - हिन्दी में पढ़ें - Flax Seed Shakarpara, Diabetic Friendly In Hindi flax seed shakarpara recipe | Indian flax seeds crackers | flax seed biscuit | healthy flax seed snack | - Read in English અળસીના શકરપારા - Flax Seed Shakarpara, Diabetic Friendly recipe in Gujarati Tags સાંજની ચહા સાથેના નાસ્તાઅવનકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનફેટી લીવર ડાયેટ રેસિપીકેન્સરના દર્દીઓ માટે ઐન્ટી નાૅસિયાની રેસીપીમુસાફરી માટે સૂકા નાસ્તા લીગ્નેન્સ રેસિપીઓ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦° સે (૩૬૦° ફે)   બેકિંગનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૫૦ મિનિટ    ૫ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧/૪ કપ કરકરો અળસીનો પાવડર૧ કપ ઘઉંનો લોટ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ૧ ટેબલસ્પૂન સૂકા મિક્સ હર્બસ્૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો.કણિકનો એક ભાગ ૨૦૦ મી. મી. (૮”)ના વ્યાસના ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આડો અવળો ભાગ કાઢી નાંખી પરિપૂર્ણ ચોરસ તૈયાર કરો.હવે આ ચોરસ પર ફોર્ક (fork) વડે હળવા હાથે કાંપા પાડીને પછી એક ચપ્પુ વડે ૨૫ મી. મી. (૧”)ના ચતુષ્કોણ ટુકડા પાડી લો.રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણીકના બીજા ભાગ વડે પણ શકરપારા તૈયાર કરી લો. આમ કુલ મળીને લગભગ ૪૫ શકરપારા તૈયાર થશે.હવે આ શકરપારાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી શકરપારા બન્ને બાજુએથી હળવા બ્રાઉન અને કરકરા બને તે રીતે વચ્ચે દર ૫ મિનિટે ઉથલાવતા રહી બેક કરી ઠંડા થવા બાજુ પર રાખો.તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/flax-seed-shakarpara-diabetic-friendly-gujarati-41168rઅળસીના શકરપારાKhyati on 30 May 21 05:13 AM5I will try this recipe. I was wondering if we can have dietary information as well. This will help new generation to see if this attracts them. As many teens nowadays eat the food based on the labels; which I do not oppose. They need to know the importance of what''s going into their body! PostCancelTarla Dalal 31 May 21 07:25 PM   Thank you for your feedback. Do try the recipe and shar your comments with us. The dietary information has been updated. https://www.tarladalal.com/calories-for-flax-seed-shakarpara-diabetic-friendly-41168 PostCancelhttps://www.tarladalal.com/flax-seed-shakarpara-diabetic-friendly-gujarati-41168rઅળસીના શકરપારાDave jagruti on 20 Apr 21 04:53 PM5I have liked this recipe, I will try this. As a gujrati, I m very fond of the respected lady Madam tarla dalal. 👌👌 PostCancelTarla Dalal 20 Apr 21 06:46 PM   Thank you for your feedback. Please try the recipe and share your feedback with us. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન