આ સોયા મટરની સબ્જીમાં સોયા ચંક્સ્ અને રસદાર વટાણાનું સંયોજન છે જેને ખાટ્ટા દહીંની ગ્રેવીમાં ઉકાળવામાં આવ્યા છે. અહીં દહીં અને ચણાના લોટનું મિશ્રણ આ સબ્જીને કઢી જેવો સ્વાદ આપે છે તો બીજી બાજુ કાંદા, ટમેટા અને વિવિધ મસાલાનું મિશ્રણ તેને સહજ ઘટ્ટતા આપી વધુ રુચિકાર બનાવે છે. એક વખત આ ભાજી બનાવી જુઓ તો તમને અનુભવ થશે કે સોયા વડે બનતી ભાજીઓનો પણ તમારી પસંદગીની યાદીમાં સમાવેશ કરવો જરૂરી બનશે.
સોયા મટરની સબ્જી - Soya Matar ki Sabzi, Soya Mutter Masala Curry recipe in Gujarati
Method- એક બાઉલમાં સોયા ચંક્સ્, મીઠું અને ૧ કપ ગરમ પાણી મેળવીને પલાળવા માટે ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો. તે પછી સોયા ચંક્સ્ ને દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં દહીં, ચણાનો લોટ, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવીને તેને સારી રીતે વલોવી લો જેથી તેમાં ગઠોડા ન રહે. તે પછી તેને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, હળદર, મરચાં પાવડર અને ધાણા-જીરૂ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- હવે તાપને ધીમું કરી તેમાં જેરી લીધેલું દહીંનું મિશ્રણ અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર વધુ ૧ મિનિટ સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં સોયા ચંક્સ્, લીલા વટાણા, સાકર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે એક વખત હલાવીને રાંધી લો.
- તરત જ પીરસો.
- હાથવગી સલાહ: એક વખત સોયા ચંક્સ્ પલાળયા પછી નીતારીને સારી રીતે દબાવી લીધા પછી રીત ક્રમાંક ૧ પ્રમાણે તેનો તરત જ સબ્જીમાં ઉપયોગ કરવો, નહિ તો જો સોયા ચંક્સ્ વધુ સમય રહેશે તો તુટી જવાની શક્યતા છે.