You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > ચોખાની વાનગીઓ > પારંપારિક ચોખાની વાનગીઓ > મસૂર અને ટમેટાની બિરયાની મસૂર અને ટમેટાની બિરયાની | Masoor Pulao તરલા દલાલ આ બિરયાની બનાવવાની વિધિ થોડી લાંબી છે જેમાં એક ખાસ પેસ્ટ, કેસરયુક્ત ભાત અને અલગથી એક મસૂરનું મિશ્રણ બનાવવામાં આવે છે જેને પાછળથી યોગ્ય રીતે ગોઠવીને ત્યાં સુધી બેક કરવામાં આવે છે, જ્યાં સુધી તેનો સ્વાદ એક બીજા સાથે ભળી જાય અને એક ખુશ્બુદાર અત્યંત મોહક વાનગી તૈયાર થાય. આમ તૈયાર થયેલી મસૂર અને ટમેટાની બિરયાનીનો સ્વાદ જ્યારે તમે અનુભવશો ત્યારે જ તમને લાગશે કે તમારી મહેનત સફળ થઇ છે. Post A comment 16 Oct 2024 This recipe has been viewed 5015 times मसूर पुलाव रेसिपी | अक्खा मसूर पुलाव | खड़ा मसूर पुलाव - हिन्दी में पढ़ें - Masoor Pulao In Hindi masoor pulao recipe | akkha masoor pulao | khada masoor pulao | - Read in English મસૂર અને ટમેટાની બિરયાની - Masoor Pulao recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી પુલાવ વાનગીઓ | પંજાબી બિરયાની |ડબ્બા ટ્રીટસ્પારંપારિક ચોખાની વાનગીઓવેજ પુલાઓ, પુલાવની જાતો રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનપૅન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   પલાળવાનો સમય: ૬ કલાક   બેકિંગનું તાપમાન: ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૪૦૫6 કલાક 45 મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ભાત માટે૩ કપ રાંધેલા ભાત૧/૪ ટીસ્પૂન કેસરના રેસા૧ ટેબલસ્પૂન દૂધ તેલ, તળવા માટે૩/૪ કપ ઝીણા સ્લાઇસ કરેલા કાંદા મીઠું , સ્વાદાનુસારમસૂરના મિશ્રણ માટે૩/૪ કપ આખા મસૂર , ૬ કલાક પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા૧ ટેબલસ્પૂન તેલ૧/૨ કપ સમારેલા કાંદા૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટાપીસીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી ઉમેરીને)૪ લસણની કળી૬ આખા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા૧ ટેબલસ્પૂન આખા ધાણા૧ ૧/૨ ટીસ્પૂન જીરૂ૪ ટીસ્પૂન ખસખસ૨૫ મિલીમીટર (૧”)નો આદુનો ટુકડોબીજી જરૂરી વસ્તુઓ૨ ટેબલસ્પૂન દૂધસજાવવા માટે૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી ભાત માટેભાત માટેએક નાના બાઉલમાં કેસર અને દૂધ મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા નાંખી, તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા કરવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.એક ઊંડા બાઉલમાં તળેલા કાંદા, ભાત, મીઠું અને કેસર-દૂધનું મિશ્રણ મેળવી, હળવા હાથે મિક્સ કરી બાજુ પર રાખો.મસૂરના મિશ્રણ માટેમસૂરના મિશ્રણ માટેએક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં પલાળીને નીતારેલા મસૂર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા મસૂર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.આગળની રીતઆગળની રીતભાતના ૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.તેલ ચોપડેલી બેકીંગ ડીશમાં ૧ ટેબલસ્પૂન દૂધ રેડો.તેની પર ભાતનો ૧ ભાગ મૂકી સરખી રીતે પાથરી લો.તે પછી તેની પર મસૂરનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.હવે ભાતનો બીજો ભાગ તેની પર સરખી રીતે પાથરી લો.તે પછી બાકી રહેલું ૧ ટેબલસ્પૂન દૂધ તેની પર સરખી રીતે રેડી લો.બેકીંગ ડીશનું ઢાંકણ ઢાંકી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૦ મિનિટ અથવા માઇક્રોવેવમાં ઉંચા તાપમાન પર ૪ થી ૫ મિનિટ સુધી બેક કરી લો.કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન