મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ | Mixed Beans Curry with Potato Balls

આ વાનગીમાં ટમેટા અને કાંદાને બહુ જ સરળતાથી રાંધવામાં આવ્યા છે જેથી તેમાં મેળવેલા રંગૂનના વાલ અને રાજમાનો સ્વાદ ઉભરી આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા બટાટાના બૉલ્સ્ આ સાદી કરીને ખૂબ જ મજેદાર વાનગી બનાવે છે. આ બૉલ્સ્ માં ઉમેરવામાં આવેલા કાજુ અથવા મગફળી, છૂંદેલા બટાટાની વચ્ચે કરકરો અહેસાસ આપે છે અને મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલને સર્વગુણસંપન્ન બનાવે છે.

Mixed Beans Curry with Potato Balls recipe In Gujarati

This recipe has been viewed 8117 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

मिक्सड बीनस् विद पटॅटो बॉल्स - हिन्दी में पढ़ें - Mixed Beans Curry with Potato Balls In Hindi 


મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્ - Mixed Beans Curry with Potato Balls recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  રાત્રભર   બનાવવાનો સમય:    કુલ સમય :     ૫માત્રા માટે

ઘટકો

બીન્સની કરી માટે
૧/૪ કપ રંગૂનના વાલ
૧/૨ કપ રાજમા
૩ ૧/૨ કપ સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન ઘી
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
લીલા મરચાં , ચીરી પાડેલા
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

બટાટાના બૉલ્સ્ માટે
૧ કપ બાફી , છોલીને છુંદેલા બટાટા
૧ તાજી બ્રેડની સ્લાઇસ
૧ ટેબલસ્પૂન સમારેલા કાજુ
૧/૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન કૉર્નફલોર
તેલ , તળવા માટે
કાર્યવાહી
    Method
  1. રંગૂનના વાલ અને રાજમાને જરૂરી પાણી સાથે આગલી રાત્રે પલાળી રાખો.
  2. બીજે દીવસે તેને નીતારીને જરૂરી પાણી સાથે એક પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી બાફી લો.
  3. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળા જવા દો.
  4. તે પછી તેને નીતારીને બાજુ પર રાખો.
  5. એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટા અને ૩/૪ કપ પાણી મેળવી ટમેટાને મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.
  6. જ્યારે ટમેટા થોડા ઠંડા થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ટમેટાનું પલ્પ બનાવી, તેને ગરણી વડે ગાળી બાજુ પર રાખો.
  7. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર તેને ૧ મિનિટ સુધી સાંતળી લો.
  8. તે પછી તેમા તૈયાર કરેલું ટમેટાનું પલ્પ, લીલા મરચાં, મરચાં પાવડર, સાકર, મીઠું અને બાફેલા કઠોળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.

બટાટાના બૉલ્સ્ માટે

    બટાટાના બૉલ્સ્ માટે
  1. બ્રેડની સ્લાઇસને પાણીમાં ૧૫ સેંકડ સુધી ડુબાડી રાખો. તે પછી તેને નીચોળીને પાણી કાઢી લો અને તેનો ભૂકો કરી લો.
  2. આ બ્રેડના ભૂકાને બાકીની બધી વસ્તુઓ સાથે સારી રીતે મિક્સ કરી લો.
  3. આમ તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડીને દરેક ભાગના ગોળ બૉલ તૈયાર કરો.
  4. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક સમયે થોડા-થોડા બૉલ નાંખી, બૉલ્સ્ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.

પીરસવાની રીત

    પીરસવાની રીત
  1. જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે, તૈયાર કરેલી કરીને ગરમ કરી તેમાં બટાટાના બૉલ્સ્ નાંખી, હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  2. ગરમ ગરમ પીરસો.

Reviews

મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્
 on 14 Jul 16 05:18 PM
5

My family loves rangoon vaal so this recipe is easy and unique. It''s a great one meal dish, only potato balls can be enjoyed and served for parties as well. I enjoyed every bite of it. Worth a try !!