રાજમા ( Rajma )

રાજમા એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી Viewed 18559 times

રાજમા એટલે શું?



  

રાજમાના ફાયદા, આરોગ્ય લાભો (benefits of rajma, kidney beans in Gujarati)

એક કપ રાંધેલા રાજમા તમારી દૈનિક મેગ્નેશિયમ આવશ્યકતાઓનો 26.2% હોય છે. રાજમા એક કોમ્પ્લેક્સ કાર્બ છે અને ફાઇબરથી સમૃદ્ધ છે જે કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. રાજમા પોટેશિયમથી સમૃદ્ધ છે જે હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે મહત્વનું છે કારણ કે તે સોડિયમની અસરને ઓછું કરે છે. ફાઈબરથી ભરપુર ખોરાક હોવાને કારણે રાજમા ખાવાનું મધૂમેહના દર્દીઓ માટે સારું છે. રજમાના 10 સ્વાસ્થ્ય લાભો માટે અને તમે તેને કેમ ખાવું જોઈએ તે માટે અહીં જુઓ.

ગ્લાયસીમિક ઈન્ડેક્સ ના રાજમા ,Rajma, Red Kidney Beans

રાજમા નું ગ્લાયસીમિક ઈન્ડેક્સ 29 હોય છે, જે ઓછું ગણાય છે. ગ્લાયસીમિક ઈન્ડેક્સ (જી. આઇ.) એટલે, તમારા રોજના ખોરાકમાં રહેલીકાર્બોહાઈડ્રેટ ચુક્ત સામગ્રી તમારા રક્તમાં શર્કરાના સ્તરને કેટલી ઝડપથી વધારે છે તેનું ક્રમાંક હોય છે. ૦ થી ૫૦ ની નીચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સધરાવતી સામગ્રીની ગણત્રી ઓછા જી. આઇ. માં થાય છે, ૫૧ થી ૬૯ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી મધ્યમ જી. આઇ. માંથાય છે
અને ૭૦ થી ૧૦૦ ની વચેનું ગ્લાયસીમિક ઈન્ડેક્સ ધરાવતી સામગ્રીની ગણત્રી ઉચ્ચ જી. આઇ. માં થાય છે. ઉચ્ચ જી. આઇ. ધરાવતી સામગ્રીડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે ઉપયુક્ત નથી ગણાતી. રાજમા જેવી સામગ્રીનું જી. આઇ. ઓછું હોય છે અને તેથી તે તમારા રક્તમાં શર્કરાનાસ્તરને ઝડપથી વધારતું નથી અને શરીરમાં ધીમે-ધીમે શોષાય છે. આવી બધી સામગ્રી વજન ઘટાડવા માટે ઉપયુક્ત ગણાય છે.

બાફીને છૂંદેલા રાજમા (boiled and crushed rajma)
ઉકાળેલા રાજમા (boiled rajma)
પલાળેલા રાજમા (soaked rajma)
ફણગાવેલા રાજમા (sprouted rajma)

Categories