પનીર મખ્ખની - Paneer Makhani Recipe

Paneer Makhani Recipe In Gujarati

This recipe has been viewed 6318 times

Paneer Makhani Recipe - Read in English 


પંછાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધ વડે સફેદ માખણ બનાવતી હોય છે. માખણ બનાવ્યા પછી બાકી રહેલું પ્રવાહી પણ એટલું જ સ્વાદીષ્ટ અને ઠંડકદાઇ હોય છે. અહીં નરમ પનીરના ટુકડા ટમેટાની ગ્રેવીમાં મેળવવામાં આવ્યા છે, જે પનીરના ચાહકોને જરૂર અજમાવા જેવી આ વાનગી છે.

પનીર મખ્ખની - Paneer Makhani Recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૩માત્રા માટે

ઘટકો

ગ્રેવી માટે
૨ કપ સમારેલા ટમેટા
૧ કપ સ્લાઇસ કરેલા કાંદા
૧/૨ કપ કાજુ
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા

બીજી જરૂરી વસ્તુઓ
૩ ટેબલસ્પૂન માખણ
૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
૨૫ મિલીમીટર (૧”) તજનો ટુકડો
લવિંગ
એલચી
તમાલપત્ર
૧ ટેબલસ્પૂન કસૂરી મેથી
૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ કપ ટૉમેટો પ્યુરી
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ કપ જેરી લીધેલું દહીં
૧ ટીસ્પૂન સાકર
૪ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
૨ કપ પનીરની પટ્ટીઓ (૧” ¬¬x ૧/૪” માં કાપેલા)

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
કાર્યવાહી
ગ્રેવી માટે

  ગ્રેવી માટે
 1. એક ઊંડી કઢાઇમાં ૧ ૧/૨ કપ પાણી સાથે બધી વસ્તુઓ મેળવી ને ઉંચા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી તેને વચ્ચે હલાવતા રહી, બાફી લો.
 2. તેને ઠંડું પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો.

આગળની રીત

  આગળની રીત
 1. એક ઊંડી કઢાઇમાં માખણ ગરમ કરી, તેમાં લસણની પેસ્ટ મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
 2. તે પછી તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકંડ સાંતળી લો.
 3. તે પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, ટૉમેટો પ્યુરી, તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
 4. તે પછી તેમાં દહીં મેળવી બરોબર મિક્સ કરી ૧ મિનિટ સુધી રાંધી લો.
 5. અંતમાં તેમાં સાકર, ૧/૪ કપ પાણી, પનીર અને ફ્રેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી રાંધી લો.
 6. ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews