This category has been viewed 10143 times

 સાધનો > તવો વેજ
 Last Updated : Nov 25,2024

111 recipes

Tava - Read in English
तवा वेज - हिन्दी में पढ़ें (Tava recipes in Gujarati)


એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
આ મસાલેદાર પરોઠામાં ખસખસ, કલોંજી અને સૂંઠ પાવડર સાથે તાજું તૈયાર કરેલું મસાલાનું પૂરણ તેને એટલું મસાલેદાર બનાવે છે કે તમે તેને ખાસ પરોઠા ગણી શકો. ત્રિકોણ આકારમાં વણી, ઘી સાથે શેકીને ઠંડીના દીવસોમાં કુંટુબીજનોને પીરસી ને જુઓ તેમની સંતુષ્ટતા.
પરોઠા અને રોટી, બન્ને ઘઉંના લોટમાંથી બને છે તો તેમાં ફરક શું છે, એ સમજવા પરોઠા બનાવવાની આ સરળ રીત અજમાવી જુઓ. આમ તો બન્ને લગભગ સરખી સામગ્રીમાંથી બને છે, પણ તેને વણવાની રીત, શેકવાની રીત, રાંધવાનું માધ્યમ (તેલ સાથે અથવા તેલ વગર) વગેરે અલગ-અલગ છે, જેને લીધે સ્વાદથી લઇને ટેક્સચર સુધી, બન્ને અલગ તરી આવે ....
લસણની મજા માણનારા માટે આ લસણવાળી મઠ અને પાલકની ટીક્કી જેવી બીજી કોઈ વાનગી નથી. ફણગાવેલા મઠમાં અઢળક પૌષ્ટિકતા છે, જેનો તમે સામાન્ય રીતે બનતી રોજની રસોઈમાં ઉપયોગ નથી કરતાં, પણ અમે અહીં આ અદભૂત સામગ્રીનો અનોખી રીતે ઉપયોગ કરીને મજેદાર ટીક્કી બનાવી છે. મઠ માં રહેલી પૌષ્ટિકતા જળવાઈ રહે તે માટે તેને ઢા ....
આ વારકી પરોઠા પોતાની રીતે અનોખી વાનગી છે જે તમે ક્યારે સાંભળી અથવા અજમાવી નહીં હોય, પણ અહીં તમને આ તક મળે છે આ વિશિષ્ટ કારીગરી વાળી વાનગી બનાવવાની. ઘઉંની રોટીમાં ચોખાના લોટની પેસ્ટ ચોપડી, તેના પડ બનાવી વણીને ઘી વડે કરકરી રાંધવામાં આવી છે. ઠંડીના દિવસોમાં ઉપયુક્ત આ પરોઠા તમને પ્રખ્યાત ઉટી વારકેની યાદ ....
પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
લસણ અને મકાઈની રોટી | લસણવાળી મકાઈ રોટી | હેલ્ધી મસાલા મકાઈની રોટી | garlic makai roti in Gujarati | with 20 amazing images. મકાઇના લોટથી બનેલી અને કોથમીર, લીલા મરચાં અને લસણ ના લીધે વધતી ખ ....
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.
મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
લીલા વટાણા ના પરાઠા રેસીપી | મટર પરોઠા | એસિડિટી માટે વટાણા પરાઠા | green peas paratha in gujarati | with 26 amazing images. લીલા વટાણા ના પરાઠા એક ભારતીય મુખ્ય ....
મકાઇ અને વેજીટેબલ ની રોટી રેસીપી | વેજીટેબલ પરાઠા | કોર્ન વેજીટેબલ રોટી | corn and vegetable roti recipe in Gujarati | with 32 amazing images. આ મકાઇ અને વેજીટેબલ ની રો ....
ભાખરી એક એવી વાનગી છે જે સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ દરેક જણ બનાવતા જ હોય છે. આમ તેને સામાન્ય ઘરની વા ....
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, કોથમીર અને મસાલાઓ વડે બનતા આ મસાલા ટોમેટો ઓનીયન પરાઠા, બહુજ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે. પૂરણ સલાડ જેવું બનાવેલ હોવાથી, આ પરાઠા કરકરા અને ખાવા ગમે તેવા બને છે.
આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રોટી તમારા પ્રવૃત્તિ ભર્યા દિવસ માટે યોગ્ય વાનગી ગણી શકાય. આ રોટી પ્રોટીન, ફાઇબર અને ઊર્જા ભરપૂર માત્રામાં આપે છે જે તમને સ્ફૂર્તિમય રહેવામાં મદદરૂપ થશે. અહીં વિચારીને વિવિધ પ્રકારના લોટનું સંયોજન કરવામાં આવ્યું છે જે આ રોટીને અત્યંત મોહક અને ખુશ્બુદાર બનાવે છે. પનીર ઉમેરવાથી ....
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
Goto Page: 1 2 3 4 5 6 7 8