અડઇ અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તેલ અને શેકેલી દાળથી રસાળ મહેક અને સારી એવી દેશી ખુશ્બુ પણ મળી રહે છે. સામાન્ય ઢોસા કરતાં આ ઢોસા વધુ તૃપ્તા આપે છે એટલે સવારના નાસ્તા માટે તેને શ્રેષ્ટ ગણી શકાય. આ અડઇ ઢોસાને વધુ તીવ્ર બનાવવા હોય તો તેમાં કાંદા ....
આલુ મેથી ની રેસીપી આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
ક્વીક બ્રેડ સ્નૅક ઉપમા જેવું બનતું આ ક્વીક બ્રેડ સ્નૅક, બ્રેડના ભુકા વડે બનાવવામાં આવે છે. તે ઉપરાંત તેમાં કાંદા, આદુ અને લીલા મરચાં તેને તીખાશ આપે છે, જ્યારે ટમેટા, ટૉમેટો કૅચપ અને લીંબુનો રસ તેને થોડી ખટ્ટાશ આપી સ્વાદીષ્ટ બનાવે છે.
કાકડીની પચડી કેટલેક અંશે મસાલેદાર ગણી શકાય એવો આ કાકડીનો રાઇતો અહીં દક્ષિણ ભારતીય રીતે એટલે કે સાંતળેલા કાંદા, લીલા મરચાં અને મધુર સુંગધી વઘાર વડે તૈયાર કરવામાં આવ્યો છે. આ દરરોજનો રાઇતો નથી, પણ તેની લહેજતદાર ખુશ્બુ અને બનાવટ તેને ખાસ બનાવે છે. આ દક્ ....
ગાજર મેથીની સબ્જી ની રેસીપી આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે. મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને
ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બધાને વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે. ક ....
ચીલી પોટેટો ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બના ....
ચોળાની ભાજી અને મસૂરની દાળ કોઇપણ સમયે અને કોઇપણ ઋતુમાં બનાવી શકાય એવી આ વાનગીમાં મનપસંદ મસાલા ઉમેરવાથી ખાવાના શોખીનો માટે તો તે એક મજેદાર સ્વાદનો લહાવો જ ગણી શકાય. મજેદાર સ્વાદ સિવાય બીજા પણ ઘણા કારણો છે કે જેથી આ ચોળાની ભાજી અને મસૂરની દાળને ફાયદાકારક ગણાવી શકાય. ખાસ તો સગર્ભા સ્ત્રીઓ માટે તે વધુ ફાયદાકારી રહે છે. ચોળામાં પુ ....
ઝુનકા પારંપારિક મહારાષ્ટ્રના આ તીખાશવાળા ઝુનકાને ઘણા લોકો સૂકા પીઠલાનું રૂપાંતર માને છે. આમ તો આ ઝુનકા કરી જેવી જ છે જેમાં આદૂ, લીલા મરચાં, લસણ, કાંદા અને કોથમીરનો ભરપુર ઉપયોગ કરી સુગંધી વઘાર કરવામાં આવ્યું છે. જો કે તેમાં વિવિઘ મસાલાનો ઉપયોગ થયો છે, છતાં વઘારમાં કડી પત્તાનો ઉમેરો તેને ચડિયાતું મધુર સુગંધ ....
તાજી મશરૂમની કરી મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે. અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ ....
તીખી મકાઇની ભાજી આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ....
દૂધીનો રાઇતો ની રેસીપી દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રા ....
નવાબી કેસર કોફ્તા આ વાનગીની શ્રેષ્ઠતા ગણવી હોય તો, કોફ્તામાં વપરાયેલી વિવિધ સામગ્રી જ ગણાવી શકાય. દૂધની અલગ અલગ વસ્તુઓ, કેસર અને સૂકો મેવો આ નવાબી કેસર કોફ્તાને એવા પ્રભાવશાળી બનાવે છે કે તેને મોઢામાં મુક્તાની સાથે જ પીગળી જાય એવા બનાવે છે. તીખા સ્વાદવાળી ગ્રેવી, જેમાં મસાલેદાર અને કાજૂ-બદામ જેવા મેવા ઉમેરવાથી તૈય ....
નાળિયેરની પચડી, નાળિયેરનો રાઇતો જો તમને વિવિધ રાઇતાના સ્વાદ પસંદ હોય તો તમને દક્ષિણ ભારતીય રાઇતા પણ જરૂર ગમશે, જે ઘટ્ટ દહીંની સાથે વિવિધ શાક કે પછી બીજી વસ્તુઓ મેળવીને બીજા રાઇતા જેવો જ બને છે. કોઇ પણ પચડીના મહત્વનું અંગ હોય છે તેની પારંપારીક વઘાર પધ્ધતિ, જે તેની ખશ્બુમાં વધારો કરી એક સામાન્ય વાનગીને અત્યંત આકર્ષક બનાવે છે. અહીં ર ....