અડઇ અડઇ એટલે કરકરા ઢોસા જે ચોખા અને મિક્સ દાળના ખીરા દ્વારા તૈયાર થાય છે. તેને નાળિયેરના તેલ અને શેકેલી દાળથી રસાળ મહેક અને સારી એવી દેશી ખુશ્બુ પણ મળી રહે છે. સામાન્ય ઢોસા કરતાં આ ઢોસા વધુ તૃપ્તા આપે છે એટલે સવારના નાસ્તા માટે તેને શ્રેષ્ટ ગણી શકાય. આ અડઇ ઢોસાને વધુ તીવ્ર બનાવવા હોય તો તેમાં કાંદા ....
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images. વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના ....
અવીઅલ અવીઅલ એ મૂળ કેરળની વાનગી છે, છતાં તામિલનાડુમાં પણ તે એટલી જ પ્રખ્યાત થયેલી છે. લગ્ન અથવા કોઇ ઉત્સવની ઉજવણીમાં આ વાનગી ન હોય એવું ભાગ્યેજ બને. એક ઉત્તમ અવીઅલની વાનગીને દૃષ્ટિવિષયક બનાવવા માટે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે, એટલે જ વિભિન્ન રંગની શાકભાજી જેવી કે ગાજર, ફણસી, કોળું વગેરે પસંદ કરી તેના ૧ ઇંચ લા ....
આલુ અને શક્કરિયાનું ચાટ વધુ પડતા લોકો શક્કરિયાને બહુ રસપ્રદ ભાજી નથી ગણતા, પણ ઉપવાસના દીવસોમાં તેને છોલી લીધા પછી બાફીને અથવા બેક કરીને ખાવામાં આવે છે. આ વાનગી એક સરસ ઉદાહરણ છે કે કેવી રીતે સૌમ્ય બટાટા અને શક્કરિયા મેળવીને એક મજેદાર ચાટ બનાવી શકાય છે.
આલુ મેથી ની રેસીપી આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મ ....
આલુ મેથીના પરોઠા આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
આલુની પૂરી બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટાઓને પણ જીરૂરથી ભાવશે. આ આલુની પૂરીમાં સૌમ્ય કેસર અને મરીનું અનોખું સંયોજન છે, પણ જો તમને તે વધુ મસાલેદાર બનાવવી હોય તો તેમાં થોડું ભુક્કો કરેલું જીરૂ, લીલા મરચાં અને કોથમીર પણ મેળવી શકો છો. આ અનોખી આલુની પૂરી તમે
ઇન્સટન્ટ મેંગો પિકલ (ઇન્સટન્ટ કેરીનું અથાણું) સ્વાદિષ્ટ કેરીનું અથાણું જે મિનિટોમાં તૈયાર થાય છે. કાચી કેરીને પાતળી લાંબી ચીરીઓમાં કાપી લો અથવા થોડી જાડી ખમણી લો. અહીં મેં રાઇનું તેલ વાપર્યું છે પણ તમને ગમે તો તમે રીફાઇન્ડ તેલ પણ વાપરી શકો છો.
ઉસલ ઉસલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે. લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરે ....
એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટર તમારા દીવસની શરૂઆત આ તંદુરસ્તી ધરાવતા નાસ્તાથી કરો, જેમાં ભરપુર રંગીનતા, પૌષ્ટિક્તા અને સ્વાદિષ્ટતા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને જોતાની સાથે જ તમને ખાવાની ઇચ્છા થઇ જશે. પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ જેવી કે ફળો, ફણગાવેલા કઠોળ અને પનીર આ એન્ટી એજીંગ બ્રેકફાસ્ટ પ્લેટરમાં પૌષ્ટિક્તા અને સુગં ....
ઓટસ્ અને મગની દાળના દહીં વડા ની રેસીપી આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વાદ અને સુગંધમાં એવી હોય છે કે તેને બનાવવાની તમને એક વખત જ્યારે હથોટી બેસી જાય તે પછી જો તમે તેને બીજી વખત બનાવો ત્યારે જરૂર અતિશય ખવાઇ જાય એવી સ્વાદિષ્ટ બને છે. ભલે પછી પાછળથી પસ્તાવો થાય કે વધુ ખવાઇ ગયું, પણ જ્યારે તેને સમજીને હોશિયારપૂર્વક ઘરે બનાવશો ત્યારે એવું ....
ઓટસ્ અને લીલા કાંદાના પરોઠા આ પરોઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
કડુબુ કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....