તેલ રેસીપી
Last Updated : Nov 21,2024


oil recipes in English
तेल रेसिपी - हिन्दी में पढ़ें (oil recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5  ... 13 14 15 16 17  ... 26 27 28 29 30 
આ ઝટપટ બનતા ઢોસાનો ખીરો ઊર્જા, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર છે. ઓટસ્ માં સોલ્યુબલ ફાઈબર – “બીટા ગ્લુકન” ની માત્રા અધિક હોય છે અને તે માટે આપણે ઓટસ્ નું સેવન દરરોજ કરવું જોઈએ. અડદની દાળ અને ગાજરનો ઉમેરો આ ઢોસામાં પ્રોટીન અને વિટામીન-એ નો પણ ઉમેરો કરે છે. તો ઝટપટ બનાવો આ ઢોસા અને તમારી મનપસંદ ચટણી સાથે પ ....
એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
જગ પ્રખ્યાત થાઇ કોકોનટ કરીને દેશી રૂપ આપવા તેમાં કોથમીર-કાંદાની પેસ્ટ અને જીભને ગમતા મસાલા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેસ્ટને જ્યારે સાંતળવામાં આવે છે ત્યારે તેની ઉગ્ર ખુશ્બુ અને સુવાસમાં સૂકા મસાલા પાવડર મેળવવાથી તે વધુ તિવ્ર બને છે. નાળિયેરનું દૂધ મસાલાની તીખાશને સૌમ્ય અને સ્વાદમાં માફકસર ....
આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati | with 15 amazing images. આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ....
કર્ણાટક રાજ્યની એક સ્વાદિષ્ટ વાનગી કડુબુ, જે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તા માટે મજેદાર છે. કર્ણાટકમાં આ વાનગીને વિવિધ રૂપે તૈયાર કરવામાં આવે છે. કોઇ કડુબુ લાડુ જેવા પણ લંબગોળ આકારમાં બને છે, જેમાં ચોખાના લોટની કણિકમાં મીઠાશવાળું અથવા મસાલાવાળું પૂરણ ભરી બાફવામાં આવે છે. તો વળી કોઇ કડુબુની એક જ ....
આ એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને ....
કંદ ટીક્કી રેસીપી | ફરાળી કઢી | વ્રત ની કાઢી | ફરાળી ટીક્કી રેસીપી | કંદની પેટીસ | kand tikki in gujarati | with amazing 23 images.
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની વાનગી એવી સ્વાદિષ્ટ તૈયાર થાય છે, કે તે એસિડિટી ધરાવનારને ખૂગ જ ગમશે અને માફક પણ આવશે. વિચારીપૂર્વક નક્કી કરેલા વિવિધ મસાલા અને કાંદા વડે આ કોળાના ભરતાનો સ્વાદ અને સુવાસ મજેદાર છે જે મેથીની રોટી સાથે માણવા ....
કેનેલોની | cannelloni in gujarati | કેનેલોની એ હોમમેઇડ પાસ્તા છે, સામાન્ય રીતે મેંદો અને ચોખાના લોટની સાથે ચીઝથી સુશોભન કરી બનાવવામાં આવે છે. પણ આ સ્વાદિષ્ટ મુખ્ય ભોજનને તંદુરસ્ત ૨૦૭-કેલરીનું સંસ્કરણ બનાવવા માટે ઘઉંન ....
કેબેજ એન્ડ દાલ પરાઠા રેસીપી | ભારતીય દાળના સ્ટફ્ડ પરોઠા | સ્ટફ્ડ પરોઠા | cabbage and dal paratha in gujarati | with 38 amazing images. કેબેજ એન્ડ દાલ પરાઠા, અનાજ ....
પોરીયલ એટલે સૂકી ભાજી જેને સરખી માત્રામાં ઉમેરેલા તાજા નાળિયેરના ખમણ વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું હોય. રાઇ અને સૂકા લાલ મરચાંના વઘારથી તૈયાર કરેલી કોબી કોઇપણ દક્ષિણ ભારતીય વાનગીના જમણમાં મજેદાર જ લાગે.
ગાજર અને કોબી જ્યારે સાથે વાપરવામાં આવે છે ત્યારે તેના વિરોધાભાસી રંગ ને કારણે તેમનું મિશ્રણ મોહક અને આકર્ષક લાગે છે. પ્રસ્તુત છે, આ અજોડ જોડી અને ફાઇબરથી ભરપૂર સ્વાદિષ્ટ ચટણીમાંથી બનેલ એક ભપકાદાર સૅન્ડવિચ. તેમાં રહેલા ફાઇબરથી ભરપૂર એવા શાક અને ઘઉંના બ્રેડને લીધે પેટ જલ્દી ભરાય જાય છે અને લાંબા સમય ....
Goto Page: 1 2 3 4 5  ... 13 14 15 16 17  ... 26 27 28 29 30