સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | Sweet Corn and Vegetable Soup

સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | with amazing 15 images.

મીઠી મકાઇને છૂંદી તેમાં મેળવેલા રસાળ શાકભાજી આ સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપને ભપકાદાર બનાવે છે. એકવાર મકાઇ અને શાકભાજી તૈયાર થઇ જાય, તે પછી આ સૂપ ઝટપટ તૈયાર થઇ જશે.

શાકભાજી તથા માખણમાં સાંતળેલા આદૂ અને લસણ આ સૂપની ખાસ વસ્તુઓ રહી છે જે આ સૂપના સ્વાદમાં મહત્વનો ભાગ ભજવે છે. સૂપનો સ્વાદ જ્યારે તમે માણશો ત્યારે દરેક ચમચામાં તમને તેની ખાસિયત જણાઇ આવશે.

બીજી વિવિધ સૂપની વાનગી પણ અજમાવો, તે છે ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ અને પનીર અને પાલકનું સૂપ

Sweet Corn and Vegetable Soup recipe In Gujarati

સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | - Sweet Corn and Vegetable Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૬ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ ૧/૪ ટીસ્પૂન બાફેલા મીઠી મકાઇના દાણા
૧/૪ કપ બાફીને છૂંદેલા મીઠી મકાઇના દાણા
૧ કપ ઝીણા સમારીને બાફેલા મિક્સ શાકભાજી (ગાજર , ફૂલકોબી અને ફણસી)
૪ ટેબલસ્પૂન કોર્નફ્લોર
૧ ટેબલસ્પૂન માખણ
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧ ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
મીઠું અને તાજા કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર

પીરસવા માટે
ચીલી ઇન વિનેગર
કાર્યવાહી
    Method
  1. એક નાના બાઉલમાં કોર્નફ્લોર સાથે ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને ખાત્રી કરી લો કે કોર્નફ્લોર સંપૂર્ણ ઓગળી ગયું હોય, તે પછી તેને બાજુ પર રાખો.
  2. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં મીઠી મકાઇ, છૂંદેલી મીઠી મકાઇ અને મિક્સ શાકભાજી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં ૪ કપ પાણી, કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. ચીલી ઇન વિનેગર સાથે ગરમ-ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ રેસીપી | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ |

જો તમને સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ ગમે છે

  1. જો તમને સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | ગમે છે, તો નીચે સમાન શાકાહારી સૂપ વાનગીઓની સૂચિ આપેલી છે:

સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ બનાવવા માટે

  1. સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ બનાવવા માટે | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | એક બાઉલમાં કોર્નફ્લોર લો.
  2. ૧/૪ કપ પાણી ઉમેરો.
  3. એક હ્વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરી લો. ગાંઠ રહીત બનાવો, અમે આ મિશ્રણનો ઉપયોગ આપણા સૂપને જાડું બનાવવા માટે કરીશું.
  4. આગળ, એક ઊંડા નોન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરો.
  5. આદુ ઉમેરો.
  6. લસણ ઉમેરો. આદુ અને લસણ સુગંધિત તરીકે કામ કરશે અને આપણા સૂપનો સ્વાદ વધારશે.
  7. થોડી સેકંડ સુધી અથવા કાચી સુગંધ ન આવે ત્યાં સુધી સાંતળી લો.
  8. મીઠી મકાઇના દાણા ઉમેરો. મકાઇના દાણા બાફાઇ જાય પછી તરત જ તેને બરફના ઠંડા પાણીમાં ઉમેરો, તે મકાઈનો રંગ જાળવી રાખવામાં અને સૂપનો દેખાવ સારો બનાવવામાં મદદ કરશે.
  9. છૂંદેલી મીઠી મકાઇના દાણા ઉમેરો જે ફરીથી સૂપને જાડું બનાવવામાં મદદ કરશે.
  10. બાફેલી મિક્સ શાકભાજી ઉમેરો. અમે ગાજર , ફૂલકોબી અને ફણસીનો ઉપયોગ કર્યો છે.
  11. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  12. ૪ કપ પાણી ઉમેરો. તમે ઇચ્છો તો વેજીટેબલ સ્ટોકનો પણ ઉપયોગ કરી શકો છો.
  13. સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપમાં | મકાઈ વેજીટેબલ સૂપ | ઇન્ડો-ચાઇનીઝ સ્વીટ કોર્ન વેજ સૂપ | sweet corn vegetable soup in gujarati | કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો.
  14. સ્વાદ પ્રમાણે મીઠું અને મરી નાખો.
  15. મકાઈ વેજીટેબલ સૂપને સારી રીતે મિક્સ કરી ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. જો તમને લાગે છે કે સૂપ ખૂબ જાડો છે તો તમે સુસંગતતાને સમાયોજિત કરવા માટે પાણી ઉમેરી શકો છો. ઉપરાંત, જો તમે સૂપને ફરીથી ગરમ કરવા માંગતા હો, તો પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરો અને ગરમ કરો.

Post your comment


Reviews

સ્વીટ કોર્ન એન્ડ વેજીટેબલ સૂપ
 on 02 Sep 20 10:48 AM
5

Very nice thanks for sharing the information appreciate