You are here: Home > વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન > ચાયનીઝ સૂપ > ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ - Chinese Vegetable Clear Soup તરલા દલાલ Post A comment 27 Jan 2017 This recipe has been viewed 3061 times Chinese Vegetable Clear Soup - Read in English બધાને વેજીટેબલ ક્લિઅર સૂપ તો ગમે જ છે, પણ અમે અહીં તેનું ચાઇનીઝ રૂપાંતર બનાવીને રજૂ કર્યું છે જે સૌમ્ય કોન્ટીનેટલ સૂપની પદ્ધતિથી એકદમ અલગ જ છે. વિવિધ શાક જેવા કે બ્રોકોલી, બીન સ્પ્રાઉટસ્ થી માંડીને આદૂ અને લસણ વગેરે ઉમેરીને આ ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ બનાવ્યું છે, જે ચાઇનીઝ રાંધણકળાનો અસલ રૂપ છે. કદાચ આ સૂપની ખાસિયત ગણી શકાય, તો તે છે તેના સજાવટવાળા ક્રીસ્પી રાઇસ જે તમારા મનને આકર્ષક કરીને ખાવાની ઇચ્છા પ્રબળ બનાવશે. પણ આ સૂપનો ખરો આનંદ માણવા માટે યાદ રાખો કે તેમાં ક્રીસ્પી રાઇસ પીરસતા પહેલા જ ઉમેરવા, નહીં તો તે સૂપમાં તરબોળ થઇ નરમ થઇ જશે. ચાઇનીઝ વેજીટેબલ ક્લિઅર સૂપ - Chinese Vegetable Clear Soup recipe in Gujarati Tags ચાયનીઝ સૂપકિલીયર સૂપઓછી કેલરી સૂપ, ભારતીય વેજ લો ફેટ સૂપચાઇનીઝ પાર્ટીનૉન-સ્ટીક પૅનત્રીજા ત્રિમાસિક ગર્ભાવસ્થાસગર્ભાવસ્થા પછી વજન ઓછું કરવા માટેનો આહાર તૈયારીનો સમય: ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે ઘટકો ૧/૨ કપ આડા કાપીને અર્ધઉકાળેલા ગાજર૩/૪ કપ બ્રોકોલીને ફૂલ૪ ૧/૨ કપ ક્લિઅર વેજીટેબલ સ્ટૉક૧ ૧/૨ ટીસ્પૂન તેલ૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧/૨ કપ બીન સ્પ્રાઉટસ્ તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસારટૉપીંગ માટે૧/૨ કપ ક્રીસ્પી રાઇસ કાર્યવાહી Methodએક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમા આદૂ, લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.પછી તેમાં ગાજર અને બ્રોકોલી મેળવી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં ક્લિઅર વેજીટેબલ સ્ટૉક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો.છેલ્લે તેમાં બીન સ્પ્રાઉટસ્ અને કાળા મરીનું પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.તેની ઉપર ક્રીસ્પી રાઇસ પાથરીને તરત જ પીરસો.