ઉસલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે.

લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરેક વ્યક્તિ આ વાનગી સરળતાથી બનાવી શકે, ખાસ કરીને એ લોકો જેઓ એવા પ્રદેશમાં રહેતા હોય જ્યાં કોકમ ઉપલબ્ઘ નથી હોતા.

Usal ( Healthy Subzi) recipe In Gujarati

This recipe has been viewed 9634 times

उसल - हिन्दी में पढ़ें - Usal ( Healthy Subzi) In Hindi 
Usal ( Healthy Subzi) - Read in English 


ઉસલ - Usal ( Healthy Subzi) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ મિક્સ કઠોળ (મગ , ચણા , મઠ વગેરે)
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન હીંગ
૧/૨ કપ સમારેલા કાંદા
૧ કપ સમારેલા ટમેટા
૩ ટેબલસ્પૂન સૂકી લસણની ચટણી (તૈયાર મળતી)
૧/૨ ટીસ્પૂન હળદર
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

પીરસવા માટે
લીંબુની વેજ
કાર્યવાહી
    Method
  1. એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ અને હીંગ મેળવો.
  2. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં સૂકી લસણની ચટણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં મિક્સ કઠોળ, હળદર, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
  6. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  7. કાંદા અને કોથમીર વડે સજાવીને ગરમ-ગરમ પીરસો.

Reviews