હોમ-મેડ સિનેમન રોલ - Homemade Cinnamon Rolls Recipe, Eggless

Homemade Cinnamon Rolls Recipe, Eggless In Gujarati

This recipe has been viewed 1815 timesઆ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અને તમે જરૂરથી આનંદીત થઇ જશો. આ લહેજતદાર સિનેમન રોલને ગરમા-ગરમ ચહા અથવા કોફી સાથે પીરસો. આવી જ બીજી બ્રેડની વાનગી બ્રેડ રોલ અથવા થાઇ કરી બ્રેડ રોલનો સ્વાદ પણ તમે માણી શકો છો.

Homemade Cinnamon Rolls Recipe, Eggless recipe - How to make Homemade Cinnamon Rolls Recipe, Eggless in gujarati

તૈયારીનો સમય: ૫ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૨૦૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૫ મિનિટ   બનાવવાનો સમય: ૨ મિનિટ   રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૧૩રોલ્સ માટે
મને બતાવો રોલ્સ

ઘટકો
૧ ૧/૨ ટીસ્પૂન ઈનસ્ટંટ સુંકુ ખમીર
૨ ટીસ્પૂન સાકર
૧/૪ કપ માખણ
૧/૨ કપ દૂધ
૧ ૧/૨ કપ મેંદો
એક ચપટીભર મીઠું
૧ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ , ચોપડવા માટે

મિક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૧/૨ કપ નરમ માખણ
૨ ટીસ્પૂન તજનો પાવડર
૧/૨ કપ બ્રાઉન સુગર
કાર્યવાહી
  Method
 1. એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન હુંફાળા ગરમ પાણીમાં ખમીર અને સાકર મેળવી, સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
 2. એક સૉસ-પૅનમાં માખણ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી તેને થોડું ઠંડું થવા દો.
 3. હવે મેંદો, માખણ-દૂધનું મિશ્રણ, ખમીર અને સાકરનું મિશ્રણ અને મીઠું મેળવી જરાપણ પાણીનો ઉપયોગ ન કરતાં સુંવાળી કણિક તૈયાર કરો.
 4. આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૧ કલાક સુધી બાજુ પર રાખો.
 5. તે પછી તેને ગુંદીને ૩૦૦ મી. મી. (૧૨”)ના લાંબા અને ૨૨૫ મી. મી. (૯”)ના પહોળા લંબચોરસ આકારમાં વણી લો.
 6. તેની પર તૈયાર કરેલું પૂરણ એવી રીતે પાથરો કે તેની દરેક બાજુએ ૧/૨” ની જગ્યા રહે.
 7. હવે તેની લાંબી બાજુએ વાળીને તેની બીજી બાજુ સુધી લઇ જઇ રોલ તૈયાર કરો.
 8. આ રોલના ચપ્પુથી ૧૩ સરખા ભાગ પાડો.
 9. આ રોલના ટુકડાઓને ૧૭૫ મી. મી. (૭”)ના વ્યાસની ગોળાકાર કેક ટ્રે માં ગોઠવી લો.
 10. આ ટ્રે ને મલમલના કપડા વડે ઢાંકી હુંફાળી જગ્યા પર ૩૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
 11. હવે આ ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.
 12. તે પછી તેને થોડા ઠંડા પાડી દરેક રોલને ચપ્પુ વડે છુટા પાડી ટ્રેમાંથી બહાર કાઢી લો.
 13. તે પછી તેની પર બ્રશ વડે પીગળાવેલું માખણ સરખી રીતે લગાડી લો.
 14. તરત જ પીરસો.

Reviews