મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | Mouri Paneer તરલા દલાલ મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | mouri paneer recipe in gujarati | with 26 amazing images. વરિયાળી અને દૂધમાં રાંધેલું પનીર એકદમ સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળી શાક છે. મૌરી પનીર એ એક લોકપ્રિય પૂર્વ ભારતીય શાક છે જે લૉ ફેટ પનીર ક્યુબ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા વટાણા સાથે બનાવવામાં આવ્યું છે. આ બંનેને કાંદા અથવા ટામેટાના આધારનો ઉપયોગ કર્યા વિના સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે. ઓછામાં ઓછા તેલમાં રાંધેલા પરાઠા સાથે તેનો આનંદ માણો. મૌરી પનીર બનાવવા માટેની ટિપ્સ: ૧. આ રેસીપી બનાવવા માટે લૉ ફેટ દૂધનો ઉપયોગ કરો. ૨. તમે ફ્રોઝન લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. ૩. ખાતરી કરો કે તમે દૂધ ઉમેર્યા પછી તેને સતત હલાવશો નહીં, નહીં તો તે દહીં થઈ જશે. Post A comment 07 Apr 2023 This recipe has been viewed 1189 times मौरी पनीर रेसिपी | बंगाली स्टाइल सौंफ पनीर की सब्जी | बंगाली मौरी पनीर रेसिपी - हिन्दी में पढ़ें - Mouri Paneer In Hindi mouri paneer recipe | Bengali style fennel paneer sabji | paneer in fennel and milk - Read in English મૌરી પનીર રેસીપી - Mouri Paneer recipe in Gujarati Tags બંગાળી શાક / ગ્રેવીઝટ-પટ શાકગ્રેવીવાળા શાકપારંપારીક ભારતીય શાકકરી રેસીપીસરળ કરી રેસીપીભારતીય પાર્ટીના વ્યંજન તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૩ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો મૌરી પનીર માટે૧ કપ પનીરના ચોરસ ટુકડા૧/૨ કપ લીલા વટાણા૨ ટીસ્પૂન રાઇનું તેલ૧ ટેબલસ્પૂન વરિયાળીનો પાવડર૧/૨ ટેબલસ્પૂન વરિયાળી૧ તમાલપત્ર૧ ૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ૨ ચીરી પાડેલાલીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧ કપ દૂધ પીરસવા માટે પરાઠા કાર્યવાહી મૌરી પનીર માટેમૌરી પનીર માટેમૌરી પનીર બનાવવા માટે, એક પેનમાં ૧ ટી-સ્પૂન રાઇનું તેલ ગરમ કરો, તેમાં પનીરના ટુકડા ઉમેરો અને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.પનીરના ટુકડાને એક બાઉલમાં પાણીમાં નાખી ૧૦ મિનિટ માટે એક બાજુ પર રાખો.એક નાના બાઉલમાં વરિયાળીનો પાવડર અને ૧ ટેબલ-સ્પૂન પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.એક ઊંડા પેનમાં બાકીનું ૧ ટી-સ્પૂન રાઇનું તેલ ગરમ કરો, તેમાં વરિયાળી અને તમાલપત્ર ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.આદુની પેસ્ટ અને વરિયાળી-પાણીની પેસ્ટ, મીઠું અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.આ દરમિયાન પનીરના ટુકડાને પાણીમાંથી કાઢી લો અને બાજુ પર રાખો.તેમાં લીલા વટાણા, લીલા મરચાં અને પનીરના ટુકડા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.દૂધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.મૌરી પનીરને પરોઠા સાથે ગરમા ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન