લસણ ( Garlic )
લસણ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 12433 times
લસણ એટલે શું?
લસણના ફાયદા, આરોગ્ય લાભો (benefits of garlic, lehsun, lahsun in Gujarati)
લસણ કોલેસ્ટરોલ ઓછું કરે છે. લસણમાં રહેલુ સક્રિય ઘટક એલિસિન બ્લડ પ્રેશર ઘટાડવામાં સહાયતા કરે છે. લસણ મધૂમેહના દર્દીઓ માટે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. લસણ હૃદય માટે સારું અને રુધિરાભિસરણ તંત્ર માટે બહુ સારું છે. લસણમાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ફંક્શન હોય છે અને સામાન્ય શરદી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનને રાહત આપવામાં મદદ કરી શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપવા માટે દિવસમાં એક કડી લસણનું સેવન કરો. લસણ એ ટોપ એન્ટી વાઈરલ ફૂડ છે. લસણમાં જોવા મળતું થિઓસુલફેટ કમ્પાઉન્ડ, એલિસિન એક મજબૂત એન્ટીઑકિસડન્ટ તરીકે કાર્ય કરે છે અને આપણા શરીરને મુક્ત રેડિકલના નુકસાનથી સુરક્ષિત કરે છે. લસણના સંપૂર્ણ ફાયદા માટે અહીં વાંચો.
સમારેલું લસણ (chopped garlic)
વાટેલું લસણ (crushed garlic)
તળેલું લસણ (fried garlic)