મગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો | Moong Dal Sheera, Quick Moong Dal Sheera

મગ ની દાળ નો શીરો | ઝટપટ બનતો શીરો | moong dal sheera recipe in gujarati.

આ રેસીપી ગળ્યું ખાવા વાળા બધા પ્રેમીઓ માટે છે, ખાસ કરીને શીરો ખાવાના શોખીન લોકો માટે આ અમૃત છે. આ શીરો દરદરો અને મીઠો છે. સામાન્ય રીતે આ શીરાને રાંધવામાં લાંબો સમય લાગે છે, પરંતુ આ રેસીપીમાં ફક્ત ૨૦ મિનિટમાં જ શીરો બની જાય છે.

Moong Dal Sheera, Quick Moong Dal Sheera recipe In Gujarati

મગ ની દાળ નો શીરો, ઝટપટ બનતો શીરો - Moong Dal Sheera, Quick Moong Dal Sheera recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ થી ૩ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય :     ૩ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

મગ ની દાળ નો શીરો બનાવવા માટે સામગ્રી
૧/૨ કપ પીળી મગની દાળ
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧/૨ કપ સાકર
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
૧/૪ ટીસ્પૂન કેસર ૧ ટેબલસ્પૂન પાણીમાં ઓગળી લો
૧/૨ ટીસ્પૂન એલચી પાવડર

સજાવવા માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી
કાર્યવાહી
મગ ની દાળ નો શીરો બનાવવા માટે વિધિ

    મગ ની દાળ નો શીરો બનાવવા માટે વિધિ
  1. મૂંગની દાળને ૨ થી ૩ કલાક પૂરતા હૂંફાળ પાણીમાં પલાળી રાખો અને પછી સારી રીતે ગાળી લો.
  2. મૂંગની દાળને પાણીનો ઉપયોગ કર્યા વિના કરકરુ પેસ્ટ બને ત્યા સુધી મિક્સરમાં પીસી લો.
  3. મૂંગની દાળની પેસ્ટને મસમલના કાપડમાં મૂકીને દબાવીને વધારાનું પાણી કાઢી નાખો. મલમલનાં કાપડમાંથી મૂંગની દાળની પેસ્ટને પ્લેટમાં કાઢો અને ચમચીની મદદથી તેને ફેલાવી દો. એક બાજુ રાખો.
  4. એક ચોડાં નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો, મૂંગની દાળની પેસ્ટ નાંખો અને મધ્યમ આંચ પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  5. તેમાં ૧/૨ કપ પાણી અને દૂધ નાખો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમી આંચ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  6. સાકર અને બદામ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  7. કેસર-પાણીનું મિશ્રણ અને ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  8. બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Reviews