પનીર અને પાલકનું સૂપ | Paneer and Spinach Soup

પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.

Paneer and Spinach Soup recipe In Gujarati

This recipe has been viewed 3116 times

Paneer and Spinach Soup - Read in English 


પનીર અને પાલકનું સૂપ - Paneer and Spinach Soup recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૧ કપ પનીર , ૧” x ૧/૪” ની લાંબી પટ્ટીમાં કાપેલું
૧ કપ ઝીણી સમારેલી પાલક
૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન માખણ
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં પનીર મેળવી, તેને હળવેથી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા પનીરનો રંગ થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લીધા પછી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીળી મગની દાળ, પાલક, કાંદા અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યા સુધી રાંધી, ઠંડી થવા બાજુ પર રાખો.
  3. જ્યારે દાળ સંપૂર્ણ ઠંડી પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો.
  4. આ ગાળેલી પ્યુરીને એ જ પૅનમાં નાંખી તેમાં મીઠું, મરીનું પાવડર અને પનીરના ટુકડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews