ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.