કોબીનું થોરણ | Cabbage Thoren

એક પ્રખ્યાત કેરળની વાનગી. . . . . . . . . . જે બનાવવામાં ખૂબ જ સહેલી, દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. આમ તો આ ભાજી બનાવવામાં ભરપૂર નાળિયેર ઉમેરવામાં આવે છે, પણ અહીં અમે ફ્કત ૨ ટેબલસ્પૂન નાળિયેર ઉમેરીને તેનો સ્વાદ જાળવી રાખ્યો છે. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

Cabbage Thoren recipe In Gujarati

This recipe has been viewed 5168 times
5/5 stars  100% LIKED IT   
1 REVIEW ALL GOOD

कैबेज थोरेन - हिन्दी में पढ़ें - Cabbage Thoren In Hindi 
Cabbage Thoren - Read in English 


કોબીનું થોરણ - Cabbage Thoren recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૩ કપ પાતળી લાંબી સમારેલી કોબી
૧ ૧/૨ ટીસ્પૂન તેલ
૧ ટેબલસ્પૂન અડદની દાળ
૩/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
કડી પત્તા
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
    Method
  1. એક કઢાઇ તેલ ગરમ કરી તેમાં અડદની દાળ મેળવી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. પછી તેમાં કાંદા, લીલા મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.
  3. પછી તેમાં નાળિયેરનું ખમણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તેમાં કોબી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. ગરમ ગરમ પીરસો.

Reviews

કોબીનું થોરણ
 on 28 Aug 17 01:19 PM
5

Liked Very Much