પનીર એક બહુલક્ષી સામગ્રી છે જે તમે રોટી, સબ્જી અને મીઠાઇમાં પણ વાપરી શકો છો. પનીર આ રોટીમાં કણિક સાથે સરસ રીતે ભળી જાય છે અને ખુબજ નરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપુર રોટી બને છે, જે બધા ખુબજ માણે છે. કાંદા અને ફૂદીનો, આ આરોગ્યવર્ધક રોટીને ખુશ્બુ આપે છે.
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ પણ બનાવી હશે. હવે તમે જાણો, આ પ્રોટીનથી ભરપૂર અડદની દાળ, રોટી બનાવવામાં પણ વાપરી શકો છો. અડદની દાળની રોટીમાં છે, એક અનેરો દેખાવ અને પારંપરિક ભારતીય મસાલાઓની અનોખી સોડમ.