સમારેલી કોથમીર રેસીપી
Last Updated : Nov 19,2024


कटा हुआ हरा धनिया रेसिपी - हिन्दी में पढ़ें (chopped coriander recipes in Hindi)

Goto Page: 1 2 3 4 5  ... 8 9 10 11 12  ... 15 16 17 18 19 
આ રંગીન સ્પ્રાઉટવાળી કરી પ્રથમ નજરે ગમી જાય એવી છે કારણ કે તેમાં ઉમેરવામાં આવેલા મુઠીયા એવા આકર્ષક લાગે છે. કોથમીર અને પાલક સાથે મસાલા પેસ્ટ મેળવીને તેને તૈયાર કરવામાં આવ્યા છે. હજી તો આ શરૂઆત છે, મજાની વાત તો અહીં એ છે કે મોઢામાં પાણી છુટી જાય એવી ખુશ્બુદાર કરીમાં નાળિયેરનું દૂધ અને તૈયાર કરેલી મસા ....
એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને બીજા મસાલા વડે સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. અહીં ખીરાને આથો આપવાની કે પલાળી રાખવાની ક્રિયા કરવાની જ નથી કારણકે તેમાં ફણગાવેલા મઠ મેળવવામાં આવ્યા છે. આ ઉત્તાપા નાની સાઇઝના બનાવી ચરબીયુક્ત નાળ ....
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
ફૂલકોબી પંજાબ રાજ્યમાં ભરપૂર માત્રામાં ઉગાડવામાં આવે છે. આ શાકનો સ્વાદ નાના મોટા સૌને પસંદ પડે એવો હોવાથી સામાજિક પ્રસંગે અને ઉત્સવે તેનો રસોઇમાં વધુ ઉપયોગ થાય છે. અહીં ફૂલકોબીનો ઉપયોગ કાંદાના મસાલા સાથે પરોઠામાં પૂરણ તરીકે કરવામાં આવ્યો છે. આ મજેદાર પરોઠા પર સારા પ્રમાણમાં ઘી ચોપડી વિવિધ
ઘણીવાર આપણે બજારમાંથી લીલીછમ ફૂલકોબી લઇ આવતા હોઇએ છે, પણ તેના લીલા પાન કાઢીને ફેંકી દઇએ અને ફક્ત ફૂલકોબીના ફૂલનો જ સંગ્રહ કરીએ છીએ. પણ અહીં આ ફૂલકોબીના પાનનો વપરાશ કેવી રીતે કરવો તે રજૂ કર્યું છે. ફૂલકોબીના પાનમાં લોહતત્વ અને ફોલીક એસિડ સારા પ્રમાણમાં હોય છે, જે સગર્ભા મહિલાઓ માટે અતિ ઉત્તમ ગણાય ....
એક અલગ પ્રકારની પધ્ધતિ દ્વારા તૈયાર થતું આ આકર્ષક બેક્ડ કંદ બહુ થોડા સમયમાં તૈયાર થઇ જાય છે. લીલા વટાણાના મિશ્રણ અને ઉપરથી રેડેલા નાળિયેરના સૉસ વડે બેક કરેલા કંદની બનાવટ એટલી સુંદર લાગશે કે ખાવાની લાલચને રોકી નહીં શકશો અને જ્યારે તમે કંદનો એક ટુકડો તમારા મોઢામાં મૂકશો ત્યારે તેનો સ્વાદ તમને અદભૂત અન ....
કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.
બેજાર રોટી એક પારંપારીક રાજસ્થાની રોટી છે જે મિક્સ વેજીટેબલ અથવા પનીરની ભાજી સાથે માણવામાં આવે છે, પણ તમે તેને દાળ અથવા કઢી સાથે પણ પીરસી શકો છો. ત્રણ લોટના સંયોજન વડે બનતી આ પ્રોટીનયુક્ત રોટી એર્નજી અને ફાઇબર પણ ધરાવે છે જેથી તેની ગણતરી એક યોગ્ય પૌષ્ટિક આહારમાં કરી શકાય. આ રોટીમાં જીરા, લીલા મરચાંન ....
બટાકા નું શાક | બટાટા નું શાક | ગુજરાતી બટાકા ની સબ્જી | batata nu shaak in gujarati | with 18 amazing images. બટાકા નું શાક એ સૌથી લોકપ્રિય ગુજરાતી રેસીપી છે, જ ....
બટાકા ના ભજીયા રેસીપી | આલુ પકોડા | ભજીયા બનાવવાની રીત | બટાકા ની ચીપ્સ ના ભજીયા | aloo pakora in gujarati | with 26 amazing images. બટાકા ના ....
બટાકાનું શાક રેસીપી | બટેટાનું સુકુ શાક | બટાકાનું શાક બનાવવાની રીત | aloo ki sukhi sabzi in gujarati | with 15 amazing images. આ બટાકાનું શાક બનાવવા માટે મુઠ્ઠી ....
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.
બટાટા પોહા ની રેસીપી | ગુજરાતી સ્ટાઈલ બટેટા પોહા | કાંદા બટાટા પોહા | મહારાષ્ટ્રીયન સ્ટાઇલના બટાકા પૌવા | batata poha in Gujarati | with amazing 41 images.
Goto Page: 1 2 3 4 5  ... 8 9 10 11 12  ... 15 16 17 18 19