બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી | Baked Rice with Green Curry

કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.

Baked Rice with Green Curry recipe In Gujarati

This recipe has been viewed 5494 times

बेक्ड राईस विद ग्रीन करी - हिन्दी में पढ़ें - Baked Rice with Green Curry In Hindi 
Baked Rice with Green Curry - Read in English 


બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી - Baked Rice with Green Curry recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

પીસીને કરી માટે પેસ્ટ તૈયાર કરવા માટે (બહુ થોડું પાણી ઉમેરવું)
૩/૪ કપ સમારેલી કોથમીર
૧ ટેબલસ્પૂન સમારેલો ફુદીનો
લીલા મરચાં , સમારેલા
લસણ
૧ ટેબલસ્પૂન ખસખસ
૨૫ મિલીમીટર (૧”) નો આદૂનોટુકડો
૧/૨ કપ સમારેલા કાંદા
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું, સ્વાદાનુસાર

કરી માટે
૧/૨ કપ સમારેલું પનીર
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન ઘી
એલચી
૧/૪ કપ જેરી લીધેલું તાજું દહીં
૧/૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

ભાત માટે
૨ ૧/૪ કપ રાંધેલા બાસમતી ચોખા
૧ ૧/૨ ટેબલસ્પૂન ઘી
૩/૪ ટીસ્પૂન વિલાયતી જીરૂ
૫૦ મિલીલીટર (૨”) નો તજનો ટુકડો
લવિંગ
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુઓ
૨ ટીસ્પૂન ઘી , ચોપડવા માટે
૨ ટીસ્પૂન દૂધ

સજાવવા માટે
૧/૪ કપ બાફેલા લીલા વટાણા
૨ ટેબલસ્પૂન તળેલી બટાટાની સળી
કાર્યવાહી
કરી માટે

    કરી માટે
  1. એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં એલચી અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં દહીં અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. છેલ્લે તેમાં લીલા વટાણા અને પનીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.

ભાત માટે

    ભાત માટે
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં વિલાયતી જીરૂ, તજ અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ભાત અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. આ ભાતના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. એક માઇક્રોવેવમાં મૂકી શકાય એવા બાઉલમાં ઘી ચોપડી તેમાં તૈયાર કરેલા ભાતનો એક ભાગ મૂકી ચમચાની પાછળની બાજુ વડે સરખી રીતે પાથરી લો.
  2. પછી તેની પર તૈયાર કરેલી કરી રેડી ચમચાની પાછળની બાજુ વડે સરખી રીતે પાથરી લો.
  3. તે પછી ભાતનો બીજો ભાગ તેની પર મૂકી ચમચાની પાછળની બાજુ વડે સરખી રીતે પાથરી લો.
  4. તે પછી તેની પર દૂધ રેડી, બાઉલને ઢાંકી માઇક્રોવેવમાં મૂકી ઉંચા તાપ (high) પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
  5. પીરસતા પહેલા આ ભાતને પીરસવાની ડીશમાં ઉલટાવીને કાઢી લો.
  6. લીલા વટાણા અને બટાટાની સળી વડે સજાવીને તરત જ પીરસો.

Reviews