બાજરા આલુની રોટી ગુજરાતના પારંપારીક બાજરાના રોટલાને અહીં એક મજેદાર અને અલગ રીતે રજુ કરવામાં આવી છે. આ બાજરા આલુની રોટીમાં મસળેલા બટાટા તેને ખુબજ નરમ બનાવે છે જ્યારે આમચૂર, કોથમીર અને લીલા મરચાંની પેસ્ટ તેને વધુ ચટપટી બનાવે છે. નાળિયેર અને કાંદા તેને કરકરો અહેસાસ આપી તેની ખુશ્બુમાં વધારો કરે છે. આમ તો આ રોટી બનાવી સર ....
બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા ગળ્યા અથવા નમકીન બનતાં પુડલા, ઢોસા જેવી તવા પર બનનારી વાનગી છે. પ્રસ્તુત છે, બાજરા, ચોખા અને ફણગાવેલા મગના, ઓછા મસાલાવાળા પુડલા, જે ઓછા તેલમાં, તવા પર બને છે. દહીંનો વપરાશ, આ વાનગીને અનેરો સ્વાદ આપી સુંગધીદાર બનાવે છે. ઝટપટ અને સરળતાથી બનતા આ બાજરા, ચોખા અને ફણગાવેલા મગના પુડલા સવારના અથવા કોઇપણ સમય ....
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે. સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને ....
બાદશાહી ખીચડી સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે. દાળ અને ચોખાના સંયોજનની સાથે રોજીંદા મસાલા ઉમેરી બનતી આ ખીચડીની ઉપર એક સ્વાદિષ્ટ બટાટાની ભાજી બનાવીને તેની ઉપર વઘારેલું દહીંનું થર પાથરવામાં આવ્યું છે. આ બાદશાહી ખીચડીન ....
બીટ, કાકડી અને ટમેટાનું રાઈતું પૌષ્ટિક, સ્વાદીષ્ટ અને ખુશ્બુદાર આ રાઇતામાં વિવિધતા પણ ઘણી છે. કોથમીર અને લીલા મરચાંનો સ્વાદ, કરકરા સીંગદાણા અને નાળિયેર આ બીટ, કાકડી અને ટમેટાનાં રાઇતામાં ખૂબ જામે છે. ઉપરથી જીરા અને હીંગનો વઘાર તેને વધુ મોહક રૂપ આપે છે. બીજા રાઈતા પણ અજમાવો, તે છે ....
ભાતના પૅનકેક પ્રસ્તુત છે તમારા આગલી રાતના વધેલા ભાતમાથી એક પૌષ્ટિક સવારનો નાસ્તો બનાવવાની રીત. ભાતને ચણાના લોટમાં મેળવી બનાવેલા ખીરામાંથી ભાતના પૅનકેક બને છે. તેમાં ઉમેરાયેલા શાકને કારણે તે કરકરા અને પૌષ્ટિક બને છે જ્યારે લીલા મરચાં અને કોથમીર તેને ચટાકેદાર બનાવે છે. કોથમીર અને લીલી લસણની ચટણી સાથે સવારના નાસ્તા ....
ભીંડી પકોડા ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ચીકણા લાગતા ભીંડા વડે ઘણી કરકરી ને મજેદાર નાસ્તાની વાનગી બનાવી શકાય છે. આજે પણ તામીલનાડુમાં સમજદાર લોકો તેમના ઢોસાનો ખીરામાં થોડા સમારેલા ભીંડા ઉમેરે છે જેથી આકર્ષક ગોલ્ડન બ્રાઉન ઢોસા તૈયાર થાય અને થોડા કરકરા પણ બન ....
મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે. અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામા ....
મકાઇ અને કોથમીરની પાનકી જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ મકાઇ અને કોથમીરની પાનકી નાસ્તા માટેની મજેદાર વાનગી બનાવવા જેવી છે. કોથમીર અને લીલા મરચાંનું મિશ્રણ તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. આ પાનકીને જ્યારે કેળાના પાનમાં વીટાળીને બનાવવામાં આવે છે ત્યારે એની ખુશ્બુ અકબંધ રહે છે. આ પાનકીને ગરમ ગરમ પીરસો.
મકાઇ અને વેજીટેબલની રોટી આ રોટીમાં પૌષ્ટિક્તા અને સ્વાદનું ખૂબ જ સરસ સંયોજન છે. અહીં મકાઇના લોટમાં વિવિધ પ્રકારની સામગ્રીનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેવી કે ખમણેલી ફૂલકોબી, બટેટા, મેથીની ભાજી અને કોથમીર. આ રોટીને દહીં, અથાણાં અથવા તમારી મનપસંદ સબ્જી સાથે પીરસવી.
મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ | makai shorba recipe in gujarati | મકાઈ શોરબા દેશી નોટ્સ સાથેનો એક ખૂબ જ ક્રીમી મીઠી મકાઈનો સૂપ
મગની દાળ અને પનીરના ચીલા ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
મગની દાળ અને પનીરના પરોઠા મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક આદર્શ નાસ્તા માટે પરોઠા બને છે. રાંધેલી મગની દાળને કારણે પરાઠાનું પૂરણ છુટુ પડતું નથી.
મગની દાળના ઢોકળા ની રેસીપી ખરેખર આ મગની દાળના ઢોકળા એક એવી પારંપારિક વાનગી છે જેના હાર્દમાં દરેક પ્રકારનો આનંદ આપે એવા ગુણ રહેલા છે. તેનો ભપકો, તેનો સ્વાદ અને તેની ખુવાસ લાજવાબ જ છે. તેના ખીરામાં આરોગ્યદાઇ મગની દાળ અને તેની સાથે બીજી વસ્તુઓ જેવી કે ચણાનો લોટ, દહીં અને ખાવાની સોડા તેની રચના અને સુવાસને મદદરૂપ રહે છે. આ ઢોક ....